________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
[ર્તવ્ય: ] કરવો જોઈએ [તુ] અને [ નિશાયાં] રાત્રે [ મોવત્તવ્ય] ભોજન કરવું જોઈએ. કેમકે [ફથં] એ રીતે [હિંસા ] હિંસા [ નિત્યં ] સદાકાળ [ત્ત મવતિ] નહિ થાય.
ટીકા:- ‘વિ વં તર્હિ વિવા મોખનસ્ય પરિહાર: ર્તવ્ય: તુ નિશાયાં મોવત્તવ્ય ભં નિત્યં હિંસા ન ભવત્તિ'- અર્થ:- અહીં કોઈ તર્ક કરે છે કે જો દિવસે અને રાતે-બન્ને વખતે ભોજન કરવાથી હિંસા થાય છે તો દિવસે ભોજન ન કરવું જોઈએ અને રાત્રે ભોજન કરવું જોઈએ જેથી હંમેશાં હિંસા નહિ થાય. એવો જ નિયમ શા માટે કરવો કે દિવસે જ ભોજન કરવું અને રાત્રે ન કરવું?
આચાર્ય તેનો ઉત્તર આપે છેઃ
नैवं वासरभुक्तेर्भवति हि रागोऽधिको रजनिभुक्तौ । अन्नकवलस्य भुक्तेर्भुक्ताविव માંસ વસ્યા રૂર।।
અન્વયાર્થ:- [ત્ત્વ ન] એમ નથી. કારણ કે [અન્નવતસ્ય] અન્નના કોળિયાના [ મુò: ] ભોજનથી [માંસળવાસ્ય] માંસના કોળિયાના [મુત્ત્ત વ] ભોજનમાં જેમ રાગ અધિક થાય છે તેવી જ રીતે [ વાસરમુò: ] દિવસના ભોજન કરતાં [રત્નનિમુÎ] રાત્રિભોજનમાં [હૈિ ] નિશ્ચયથી [ રાધિŌ: ] અધિક રાગ [ભવતિ] થાય છે.
ટીકા:- હિ રબનિમુૌ અધિ: રા: મવત્તિ વાસરમુò વં ન ભવતિ યથા અન્નવતસ્ય મુૌ માંસવતસ્ય મુૌ વ '–અર્થઃ-નિશ્ચયથી રાત્રે ભોજન કરવામાં અધિક રાગભાવ છે અને દિવસે ભોજન કરવામાં ઓછો રાગભાવ છે. જેમ અન્નના ભોજનમાં રાગભાવ ઓછો છે અને માંસના ભોજનમાં રાગભાવ અધિક છે.
ભાવાર્થ:- પેટ ભરવાની અપેક્ષાએ તો બન્ને ભોજન સરખા જ છે. પણ પ્રત્યેક પ્રાણીને અન્ન, દૂધ, ઘી, વગેરે ખાવામાં તો સાધારણ રાગભાવ છે અર્થાત્ ઓછી લોલુપતા છે કેમ કે અન્નનો આહાર તો સર્વ મનુષ્યોને સહ્ય જ છે તેથી પ્રાયઃ ઘણા પ્રાણીઓ તો અન્નનું જ ભોજન કરે છે; પણ માંસના ભોજનમાં કામાદિની અપેક્ષાએ અથવા શરીરના મોહની અપેક્ષાએ વિશેષ રાગભાવ હોય છે કેમકે માંસનું ભોજન બધા મનુષ્યોનો સ્વાભાવિક-પ્રાકૃતિક આહાર નથી. તેવી જ રીતે દિવસના ભોજનમાં પ્રાયઃ બધા પ્રાણીઓનો સાધારણ રાગભાવ છે કેમકે દિવસનું ભોજન સર્વ પ્રાણીઓને હોય છે, અને રાતના ભોજનમાં કામાદિની અપેક્ષાએ તથા શરીરમાં અધિક સ્નેહની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com