________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકા - ‘યોગપિ મનુષ્ય: ધન્ય ધન્યમનુષ્યવીસ્તુવિજ્ઞાફિ. ત્યવતુમ્ ન શ$: સોપિ મનુષ્ય ઘન્યથાન્યાદ્રિ: તનૂરળીય: યત: તત્ત્વ નિવૃત્તિરૂપે શક્તિા '– અર્થ- જે પ્રાણી ધન, ધાન્ય, વાસ્તુ મનુષ્યાદિ બહિરંગ (દસ પ્રકારના) પરિગ્રહને સર્વથા છોડવાને અશક્ત હોય તેણે તેમાંથી થોડો પરિગ્રહ રાખવાનું પરિમાણ કરવું જોઈએ. કારણ કે તત્ત્વ ત્યાગરૂપ છે.
ભાવાર્થ:- બહિરંગ પરિગ્રહું મૂળ સજીવ અને અજીવના ભેદથી બે પ્રકારના છે. બન્નેના દશ ભેદ છે. ખેતર, મકાન, ચાંદી, સોનું, ધન, ચાર પગવાળા પશુ, વસ્ત્ર-પાત્ર, અનાજ,
દાસી, દાસ વગેરે એ બાહ્ય પરિગ્રહના દશ ભેદ છે. એનો જો સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તો તેમાંથી પોતાની જરૂર જેટલાનું પરિમાણ કરીને રાખે અને બાકીનાનો ત્યાગ કરે, કારણ કે ત્યાગરૂપ જ તત્ત્વનું સ્વરૂપ છે. જ્યાંસુધી આ આત્મા ને ત્યાગધર્મનું આચરણ નહિ કરે ત્યાંસુધી તેને મોક્ષ મળશે નહિ. નિવૃત્તિ નામ પણ મોક્ષનું જ છે. આ રીતે હિંસાદિ પાંચે પાપોનું વિસ્તૃત વર્ણન કર્યું. ૧૨૮.
रात्रौ भुञ्जानानां यस्मादनिवारिता भवति हिंसा। हिंसाविरतैस्तस्मात् त्यक्तव्या रात्रिभुक्तिरपि।। १२९ ।।
અન્વયાર્થઃ- [વસ્મત] કારણ કે [ રાત્ર] રાત્રે [ મુસીનાનાં ] ભોજન કરનારાને [ હિંસા ] હિંસા [ નિવારિતા] અનિવાર્ય [ ભવતિ] થાય છે. [તસ્નાત્] તેથી [હિંસાવિરતૈ: ] હિંસાના ત્યાગીઓએ [રાત્રિમુgિ: પ ] રાત્રિભોજનનો પણ [ત્યજીવ્યા ] ત્યાગ કરવો જોઈએ.
સ્વાશ્રયના બળ વડે ત્યાગ કરાવવા માટે બાહ્ય પદાર્થના ત્યાગનો ઉપદેશ છે. વાસ્તવમાં તો આત્માને પરવસ્તુનો ત્યાગ જ છે પણ જે કંઈ રાગ, મમત્વભાવ છે તેના ત્યાગરૂપ નિર્મળ પરિણામ જેટલા અંશે થાય છે તેટલા જ અંશે રાગાદિની ઉત્પત્તિ થતી જ નથી. જ્યાં આવું હોય ત્યાં તે જીવને પર વસ્તુના ત્યાગનો કર્તા કહેવો તે તે જાતના અભાવરૂપ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે અસદ્દભૂત વ્યવહારનયનું કથન છે. (નિશ્ચયસમ્યગ્દર્શન વિના અજ્ઞાનીના હુઠરૂપ ત્યાગને વ્યવહાર પણ ધર્મ સંજ્ઞા નથી.) ૧. દાસી દાસાદિને દ્વિપદ= બે પગવાળાં કહેવામાં આવે છે. ૨. ત્યાગધર્મ-જેમ પ્રકાશની ઉત્પત્તિ વિના અંધારું ટળે જ નહિ તેમ નિજ શુદ્ધાત્માના આશ્રય વડે નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન અને સ્વરૂપમાં એકાગ્રતારૂપ શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ કર્યા વિના રાગનો ત્યાગ અર્થાત્ વીતરાગી ધર્મરૂપ મોક્ષનો ઉપાય અને મોક્ષ મળે નહી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com