________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૯૫
હરણનું બચ્યું છે તેને ઘાસ ખાવામાં પણ મમત્વ બહુ ઓછું છે, અને ઉંદરોના સમૂહને ખાનાર બિલાડીને ઉંદર ખાવામાં બહુ તીવ્ર મમત્વ છે. બસ આ જ વિશેષતા છે.
ભાવાર્થ- પ્રથમ તો હરણના બચ્ચાને લીલા ઘાસમાં અધિક લાલસા નથી, પછી ખાવામાં ઘણી સરાગતા પણ નથી તથા ખાતી વખતે જો જરાપણ ભય પ્રાપ્ત થાય તો તે જ વખતે છોડીને ભાગી જાય છે. તેથી જણાય છે કે તેને અત્યંત આસક્તિ નથી. ઉંદરોના સમૂહને મારનાર બિલાડીને ઉંદર ખાવાની લાલસા ઘણી છે, પછી ઉંદરોને માર્યા પછી તેને ખાવામાં સરાગતા પણ ઘણી છે તથા જે વખતે તે ઉંદરોને ખાતી હોય ત્યારે તેના ઉપર લાકડી પણ પડે તોયે મહામુશ્કેલીએ તેને છોડે છે, તેથી જણાય છે કે હરણના બચ્ચા અને બિલાડીની મૂચ્છમાં ઘણો ફેર છે. એવી જ રીતે ઘણા આરંભ-પરિગ્રહવાળા અને અલ્પ આરંભ-પરિગ્રહવાળામાં પણ તફાવત જાણવો. ૧૨૧.
આગળ આ પ્રયોજન સિદ્ધ કરે છે -
निर्बाधं संसिध्येत् कार्यविशेषो हि कारणविशेषात्। औधस्यखण्डयोरिह माधुर्य्यप्रीतिभेद इव।। १२२।।
અન્વયાર્થ- [ શૌચરવઠ્ઠયોઃ ] દૂધ અને સાકરમાં [મધુપ્રીતિમે: રૂવ ] મધુરતાના પ્રીતિભેદની જેમ [૪] આ લોકમાં [ દિ] નિશ્ચયથી [ PIRMવિશેષI] કારણની વિશેષતાથી [માર્યવિશેષ: ] કાર્યની વિશેષતા [ નિબં] બાધારહિતપણે [ સંનિધ્યતે] સારી રીતે સિદ્ધ થાય છે.
ટીકાઃ- હિ કારણવિશેષાત્ માર્યવિશેષ: નિર્વાધ સંસિધ્યેત્ યથા ગૌચરવઠુયો. રૂદ્દ મધુપ્રીતિમે: રૂવ ભવતિ– અર્થ:- નિશ્ચયથી કારણની વિશેષતા હોવાથી કાર્યની વિશેષતા છે. જેમ ગાયના દૂધમાં અને ખાંડમાં ઓછીવત્તી મિઠાશ હોય છે તે જ ઓછીવત્તી પ્રીતિ ઉત્પન્ન કરે છે. ગાયના સ્તન ઉપર જે દૂધ રહેવાની થેલી છે તેને ઔધ કહે છે, તેમાંથી ઉત્પન્ન થયેલને ઔધસ એટલે દૂધ કહે છે.
ભાવાર્થ:- એવો નિયમ છે કે જેવું કારણ હોય તેવું જ કાર્ય ઉત્પન્ન થાય છે. જેમ દૂધમાં મિઠાશ ઓછી છે અને સાકરમાં મિઠાશ વધારે છે તેથી દૂધમાં પ્રીતિ ઓછી થાય છે અને સાકરમાં પ્રીતિ વધારે થાય છે. ૧૨૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com