________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ઉદાહરણ કહે છે
माधुर्यप्रीतिः किल दुग्धे मन्दैव मन्दमाधुर्ये। सैवोत्कटमाधुर्ये खण्डे व्यपदिश्यते तीव्रा।। १२३ ।।
અન્વયાર્થઃ- [ નિ] નિશ્ચયથી [મન્વધુ] ઓછી મિઠાશવાળા [૩થે] દૂધમાં [ મધુર્યપ્રીતિ:] મિઠાશની રુચિ [મન્તા] થોડી [ga] જ [ વ્યપરિશ્યd] કહેવામાં આવે છે અને [ સાં ] તે જ મિઠાશની રુચિ [ ૩૮મધુર્યે ] અત્યંત મિઠાશવાળી [ વડે ] સાકરમાં [તીવ્રા] અધિક કહેવામાં આવે છે.
ટીકા:- ‘વિરુન મુન્દ્રમાધુર્વે દુધે માધુર્યપ્રીતિ: મં વ્યવસ્થિત તથા સેવ માધુર્યપ્રીતિ: ૩માધુર્વે વડે તીવ્ર વ્યાફિશ્યતે'- અર્થ:- નિશ્ચયથી થોડી મિઠાશવાળા દૂધમાં મિક્ટરની
રુચિવાળા પુરુષને રુચિ બહુ થોડી હોય છે અને ઘણી મિઠાશવાળી સાકરમાં તે જ પુરુષને રુચિ ઘણી વધારે હોય છે.
ભાવાર્થ:- જેમ કોઈ મનુષ્ય મિષ્ટરસનો અભિલાષી છે તો તેની રુચિ દૂધમાં ઓછી હોય છે અને ખાંડમાં વધારે હોય છે; તેમ જે મનુષ્યને જેટલો પદાર્થોમાં મમત્વભાવ હશે તે તે પુરુષ તેટલો જ હિંસાનો ભાગીદાર થશે, વધારેનો નહિ. ભલે તેની પાસે તે પદાર્થો હાજર હોય કે ન હોય. અહીં કોઈ ઘણા આરંભ-પરિગ્રહ કરવાવાળો જીવ કહે કે અમને મમત્વભાવ નથી, પણ પરિગ્રહ ઘણો છે તો એમ બની શકે નહિ. કેમ કે જો મમત્વભાવ નહોતો તો બાહ્ય પરિગ્રહ એકત્ર જ શા માટે કર્યો? અને જો બાહ્ય પરિગ્રહ હોવા છતાં પણ તે જો મમત્વનો ત્યાગી હોય તો તે આ બાહ્ય પદાર્થોને એક ક્ષણમાં છોડી શકે છે. માટે સિદ્ધ થયું કે મમત્વભાવ વિના બાહ્ય પદાર્થોનો સંગ્રહ થઈ શકતો નથી. જેમ જેમ આપણો મમત્વભાવ વધતો જાય છે તેમ તેમ આપણે બાહ્ય પદાર્થોનો સંગ્રહ પણ કરતા જઈએ છીએ. ભાવહિંસા વિના દ્રવ્યહિસા બની શકે છે પણ મમત્વભાવ વિના બાહ્ય પદાર્થોનો સંગ્રહ થઈ શકતો નથી. ૧૨૩.
પરિગ્રહ ત્યાગવાનો ઉપાય
तत्त्वार्थाश्रद्धाने निर्युक्तं प्रथममेव मिथ्यात्वम्। सम्यग्र्दशनचौरा: प्रथमकषायाश्च चत्वारः।। १२४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com