________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૯૩
અન્વયાર્થઃ- [ fનનપ્રવનજ્ઞા: ] જૈન સિદ્ધાંતના જ્ઞાતા [ ભાવાર્યા: ] આચાર્યો [૩મયપરિવર્નનમ્ ] બન્ને પ્રકારનાં પરિગ્રહનો ત્યાગને [ હિંસા ] અહિંસા [તિ] એમ અને [ દ્વિવિધપરિગ્રહવનં] બન્ને પ્રકારના પરિગ્રહનાં ધારણને [ હિંસા તિ] હિંસા એમ [સૂત્તિ ] સૂચવે-કહે છે.
ટીકાઃ- “નિન પ્રવેવનજ્ઞા: ભાવાર્યો. સમયપરિપ્રદવર્નન હિંસા (મવતિ) રૂતિ સૂવયન્તિ તથા દ્વિવિદ્યપરિગ્રહવદનં હિંસા (ભવતિ) રૂતિ સૂયન્તિ'– અર્થ:- જૈન સિદ્ધાંતને જાણનાર આચાર્યો, “બન્ને પ્રકારના અંતરંગ અને બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવો તે અહિંસા છે અને બન્ને પ્રકારના પરિગ્રહને ધારણ કરવો તે હિંસા છે” એમ કહે છે. પરિગ્રહત્યાગ વિના અહિંસાની સિદ્ધિ નથી. ૧૧૮.
બન્ને પરિગ્રહોમાં હિંસા છે એમ બતાવે છે:
हिंसापर्यायत्वात सिद्धा हिंसान्तरङ्गसङ्गेषु। बहिरङ्गेषु तु नियतं प्रयातु मर्छव हिंसात्वम्।।११९ ।।
અન્વયાર્થઃ- [ હિંસાપર્યાયત્વા ] હિંસાના પર્યાયરૂપ હોવાથી [ સન્તરરાષ] અંતરંગ પરિગ્રહોમાં [ હિંસા ] હિંસા [ સિT] સ્વયંસિદ્ધ છે [7] અને [ વદિપુ] બહિરંગ પરિગ્રહોમાં [મૂ ] મમત્વપરિણામ [ 4 ] જ [ હિંસાત્વમ્ ] હિંસાભાવને [નિયત ] નિશ્ચયથી [પ્રયાતુ] પ્રાપ્ત થાય છે.
ટીકા- “અન્તરંજીવ હિંસાપર્યાયવાન્ હિંસા સિદ્ધી તુ (પુન:) વરિષ નિયત મૂર્જીવ હિંસાત્વે પ્રયાતુ'– અંતરંગ ૧૪ પ્રકારના પરિગ્રહોમાં બધા જ ભેદ હિંસાના પર્યાય હોવાથી હિંસા સિદ્ધ જ છે. બહિરંગ પરિગ્રહમાં નિશ્ચયથી મમત્વપરિણામ છે તે હિંસાને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ- અંતરંગ પરિગ્રહ જે મિથ્યાત્વાદિ ૧૪ પ્રકારનો છે તે બધું જીવનું વિભાવ (-વિકારી) પરિણામ છે. તે કારણે તે તો હિંસા જ છે, પરંતુ બાહ્યવસ્તુમાં પણ નિશ્ચયથી મમત્વપરિણામ છે તે જ હિંસાનું કારણ છે. બાહ્યવસ્તુમાં જે મમત્વપરિણામ છે તેનું જ નામ પરિગ્રહ છે. કેવળીને સમવસરણાદિ વિભૂતિ હોય છે પણ મમત્વપરિણામ વિના પરિગ્રહુ નથી. અથવા જે કોઈ પરિગ્રહને અંગીકાર કરીને કહે કે મારે તો મમત્વપરિણામ નથી તો તે જૂઠું છે, કારણ કે મમત્વ વિના અંગીકાર થાય નહિ. ૧૧૯.
જો બહિરંગ પદાર્થમાં મમત્વપરિણામનું હોવું જ પરિગ્રહ છે તો બધામાં સરખો જ પરિગ્રહજન્ય પાપબંધ થવો જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com