________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મા પહેલાં
૨૫
જ્ઞાનદૃષ્ટિએ અવલોકતાં અને સૂક્ષ્મ બુદ્ધિએ વિચારતાં ખરા જ છે. જેમ અભયદાન, સંબંધીનો તેનો અનુપમ સિદ્ધાંત આ વખતે તને તારા આ અનુભવથી ખરો લાગ્યો તેમ તેના બીજા સિદ્ધાંતો પણ સૂક્ષ્મતાથી મનન કરતાં ખરા જ લાગશે. એમાં કાંઈ ન્યૂનાધિક નથી જ. સઘળા ધર્મમાં દયા સંબંધી થોડો થોડો બોધ છે ખરો; પરંતુ એમાં તો જૈન તે જૈન જ છે. હરકોઈ પ્રકારે પણ ઝીણામાં ઝીણા જંતુઓનો બચાવ કરવો, તેને કોઈ પણ પ્રકારે દુઃખ ન આપવું એવા જૈનના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતોથી બીજો કયો ધર્મ વધારે સાચો હતો ! તેં એક પછી એક એમ અનેક ધર્મો લીધા મૂકયા, પરંતુ તારે હાથ જૈનધર્મ આવ્યો જ નહીં. રે ! ક્યાંથી આવે ? તારા અઢળક પુણ્યના ઉદય સિવાય કયાંથી આવે ? એ ધર્મ તો ગંદો છે. નહીં નહીં મ્લેચ્છ જેવો છે. એ ધર્મને તે કોણ ગ્રહણ કરે ? આમ ગણીને જ તે તે ધર્મ તરફ દૃષ્ટિ સરખી પણ ન કરી. અરે ! તું દૃષ્ટિ શું કરી શકે ? તારા અનેક ભવના તપને લીધે તું રાજા થયો. તો હવે નરકમાં જતો કેમ અટકે ? ‘તપેશ્વરી તે રાજેશ્વરી અને રાજેશ્વરી તે નરકેશ્વરી' આ કહેવત તને તે ધર્મ હાથ લાગવાથી ખોટી ઠરત, અને તું નરકે જતો અટકત. હૈ મૂત્મા ! આ સઘળા વિચારો હવે તને રહી રહીને સૂઝે છે. પણ હવે એ સૂઝ્યું શું કામ આવે ? કંઈયે નહીં. પ્રથમથી જ સૂઝ્યું હોત તો આ દશા ક્યાંથી હોત ? થનારું થયું. પરંતુ હવે તારા અંતઃકરણમાં દૃઢ કર કે એ જ ધર્મ ખરો છે. એ જ ધર્મ પવિત્ર છે. અને હવે એના બીજા સિદ્ધાંતો અવલોકન કર.
૨. તપઃ- એ વિષય સંબંધી પણ એણે જે ઉપદેશ આપ્યો છે તે અનુપમ છે. અને તપના મહાન યોગથી હું માળવા દેશનું રાજ્ય પામ્યો છું એમ કહેવાય છે. તે પણ ખરું જ છે. મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ એ ત્રણ એણે તપનાં ઘેટાં પાડ્યાં છે. તે પણ ખરાં છે. આમ કરવાથી ઉપજતા સઘળા વિકારો શાંત થતા થતા કાર્યો કરીને લય થઈ જાય છે. તેથી કરીને બંધાતી કર્મજાળ અટકી પડે છે. વૈરાગ્ય સહિત ધર્મ પણ પાળી શકાય છે, અને અંતે એ મહાન સુખપ્રદ નીવડે છે. જો ! એનો આ સિદ્ધાંત પણ કેવો ઉત્કૃષ્ટ છે !
૩. ભાવઃ- ભાવ વિષે એણે કેવો ઉપદેશ આપ્યો છે ! એ પણ ખરો જ છે. ભાવ વિના ધર્મ કેમ ફળીભૂત થાય ? ભાવ વિના ધર્મ હોય જ ક્યાંથી ? ભાવ એ તો ધર્મનું જીવન છે, જ્યાં સુધી ભાવ ન હોય ત્યાં સુધી ક વસ્તુ ભલી લાગત તેમ હતું ? ભાવ વિના ધર્મ પાળી શકાતો નથી. ત્યારે ધર્મ પાળ્યા વિના મુક્તિ કયાંથી હોય ? એ સિદ્ધાંત પણ એનો ખરો અને અનુપમ છે.
૪ બ્રહ્મચર્ય:- અહો ! બ્રહ્મચર્ય સંબંધીનો એનો સિદ્ધાંત પણ ક્યાં ઓછો છે ” સઘળા મહા વિકારોમાં કામવિકાર એ અગ્રેસર છે. તેને દમન કરવો એ મહા દુર્ઘટ છે. એને દહન કરવાથી ફળ પણ મહા શાંતિકારક હોય, એમાં અતિશયોક્તિ શી ? કશીયે નહીં. દુસાધ્ય વિષયને સાધ્ય કરવો એ દુર્ઘટ છે જ તો ! આ સિદ્ધાંત પણ એનો કેવો ઉપદેશજનક છે!
૫ સંસારત્યાગઃ- સાધુ થવાનો એનો ઉપદેશ કેટલાક વ્યર્થ ગણે છે. પરંતુ એ તેમની કેવળ મૂર્ખતા છે. તેઓ એવો મત દર્શાવે છે કે ત્યારે સ્ત્રીપુરુષનું જોડું ઉત્પન્ન થવાની શી અગત્ય હતી ? પરંતુ એ એમની ભ્રમણા છે. આખી સૃષ્ટિ કંઇ મોક્ષે જવાની નથી. આવું જૈનનું એક વચન મેં સાંભળ્યું હતું. તે પ્રમાણે થોડા જ મોક્ષવાસી થઈ શકે, એવું મારી ટૂંક નજરમાં આવે છે. ત્યારે સંસાર પણ થોડા જ ત્યાગી શકે છે. એ ક્યાં છાનું છે ? સંસારત્યાગ કર્યા વિના મુક્તિ ક્યાંથી હોય ? સ્ત્રીના શૃંગારમાં લુબ્ધ થઈ જવાથી કેટલા બધા વિષયમાં લુબ્ધાઈ જવું પડે છે. સંતાન ઉત્પન્ન થાય છે. તેમને પાળવાં-પોષવાં અને મોટાં કરવાં પડે છે. મારું તારું કરવું પડે છે. ઉદરભરણાદિ માટે તરખડથી વ્યાપારાદિમાં કપટ વૈતરવાં પડે છે. મનુષ્યોને ઠગવાં, અને સોળ પંચ્ચાં બ્યાસી અને બે મૂક્યા છૂટના આવા પ્રપંચો લગાવવા પડે છે. અરે ! એવી તો અનેક