________________
૨૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
જંજાળોમાં જોડાવું પડે છે. ત્યારે એવા પ્રપંચમાંથી તે મુક્તિ સાધ્ય કોણ કરી શકવાનો હતો ? અને જન્મ, જરા, મરણનાં દુઃખો ક્યાંથી ટાળવાનો હતો ? પ્રપંચમાં રહેવું એ જ બંધન છે. માટે આ ઉપદેશ પણ એનો મહાન મંગલદાયક છે.
૬. સુદેવભક્તિઃ- આ પણ એનો સિદ્ધાંત કંઈ જેવો તેવો નથી. જે કેવળ સંસારથી વિરક્ત થઈ, સત્ય ધર્મ પાળી અખંડ મુક્તિમાં બિરાજમાન થયા છે તેની ભક્તિ કાં સુખપ્રદ ન થાય ? એમની ભક્તિના સ્વાભાવિક ગુણ આપણે શિરથી ભવબંધનનાં દુઃખ ઉડાડી દે, એ કાંઈ સંશયાત્મક નથી, એ અખંડ પરમાત્માઓ કાંઈ રાગ કે દ્વેષવાળા નથી, પરંતુ પરમ શક્તિનું એ સ્વતઃ ફળ છે. અગ્નિનો સ્વભાવ જેમ ઉષ્ણતાનો છે તેમ એ તો રાગદ્વેષરહિત છે. પરંતુ તેની ભક્તિ ન્યાયમતે ગુણદાયક છે. બાકી તો જે ભગવાન જન્મ, જરા તથા મરણનાં દુઃખમાં ડૂબકાં માર્યા કરે તે શું તારી શકે? પથ્થર પથ્થરને કેમ તારે ? માટે એનો આ ઉપદેશ પણ દે હૃદયથી માન્ય કરવા યોગ્ય છે.
૭. નિઃસ્વાર્થી ગુરુ:- જેને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી તેવા ગુરુ ધારણ કરવા જોઈએ, એ વાત કેવળ એની ખરી જ છે. જેટલો સ્વાર્થ હોય તેટલો ધર્મ અને વૈરાગ્ય ઓછો હોય છે. સઘળા ધર્મમાં ધર્મગુરુઓનો મેં સ્વાર્થ દીઠો, પરંતુ તે એક જૈન સિવાય ! ઉપાશ્રયમાં આવતી વેળા ચપટી ચોખા કે પસલી જાર લાવવાનો પણ એણે બોધ બોધ્યો નથી અને એવી જ રીતે કોઈ પણ પ્રકારનું તેણે સ્વાર્થપણું ચલાવ્યું નથી. ત્યારે એવા ધર્મગુરુઓના આશ્રયથી મુક્તિ શા માટે ન મળે ? મળે જ. આ એનો ઉપદેશ મહા શ્રેયસ્કર છે. નાવ પથ્થરને તારે છે તેમ સદ્ગુરુ પોતાના શિષ્યને તારી શકે-ઉપદેશીને-તેમાં ખોટું શું ?
૮. કર્મ:- સુખ અને દુઃખ, જન્મ અને મરણ આદિ સઘળું કર્મને આધીન રહેલું છે. જેવાં, જીવ અનાદિ કાળથી કર્મો કર્યો આવે છે તેવાં ફળો પામતો જાય છે. આ ઉપદેશ પણ અનુપમ જ છે. કેટલાક કહે છે કે ભગવાન તે અપરાધની ક્ષમા કરે તો તે થઈ શકે છે. પરંતુ ના. એ એમની ભૂલ છે. આથી તે પરમાત્મા પણ રાગદ્વેષવાળો ઠરે છે. અને આથી પાલવે તેમ વર્તવાનું કાળે કરીને બને છે. એમ એ સઘળા દોષનું કારણ પરમેશ્વર બને છે. ત્યારે આ વાત સત્ય કેમ કહેવાય ? જેનીનો સિદ્ધાંત કર્માનુસાર ફળનો છે તે જ સત્ય છે. આવો જ મત તેના તીર્થંકરોએ પણ દર્શિત કર્યો છે. એમણે પોતાની પ્રશંસા ઇચ્છી નથી. અને જો ઇચ્છે તો તે માનવાળા ઠરે. માટે એણે સત્ય પ્રરૂપ્યું છે. કીર્તિને બહાને ધર્મવૃદ્ધિ કરી નથી. તેમ જ તેમણે કોઇ પણ પ્રકારે પોતાનો સ્વાર્થ ગબડાવ્યો પણ નથી. કર્મ સઘળાને નડે છે. મને પણ કરેલાં કર્મ મૂકતાં નથી. અને તે ભોગવવાં પડે છે. આવાં વિમળ વચનો ભગવાન શ્રી વર્ધમાને કહ્યાં છે. અને તે વર્ણનને આકારે પાછાં દ્રષ્ટાંતથી મજબૂત કર્યાં છે. ઋષભદેવજી ભગવાનને ભરતેશ્વરે પૂછ્યું કે હે ભગવાન ! હવે આપણા વંશમાં કોઈ તીર્થંકર થશે ? ત્યારે આદિ તીર્થંકર ભગવાને કહ્યું કે હા, આ બહાર બેઠેલા ત્રિદંડી ચોવીસમા તીર્થકર વર્તમાન ચોવીસીમાં થશે. આ સાંભળી ભરતેશ્વરજી આનંદ પામ્યા, અને ત્યાંથી વિનયયુક્ત અભિવંદન કરીને ઊઠ્યા. બહાર આવીને ત્રિદંડીને વંદન કર્યું ત્યારે સૂચવ્યું કે હમણાંનું તારું પરાક્રમ જોઈને હું કંઈ વંદન કરતો નથી, પરંતુ તું વર્તમાન ચોવીસીમાં છેલ્લો તીર્થંકર ભગવાન વર્ધમાનને નામે થવાનો છે તે પરાક્રમને લીધે વંદન કરું છું. આ સાંભળી ત્રિદંડીજીનું મન પ્રફુલ્લિત થયું, અને અહંપદ આવી ગયું કે હું તીર્થંકર થાઉં તેમાં શી આશ્ચર્યના ? મારો દાદો કોણ છે ? આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવજી, મારો પિના કોણ છે ? છ ખંડના રાજાધિરાજ ચક્રવર્તી ભરતેશ્વર. મારું કુળ કયું છે ? ઇક્ષ્વાકુ. ત્યારે હું તીર્થંકર થાઉં એમાં શું ? આમ અભિમાનના આવેશમાં હસ્યા, રમ્યા અને કૂદકા માર્યા, જેથી સત્તાવીશ શ્રેષ્ઠ, નેષ્ટ ભવ બાંધ્યા. અને એ ભવ ભોગવ્યા પછી વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી થયા. જો એમણે