________________
૨૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પરંતુ નિરર્થક ! કેવળ ફોકટ અને વેઠ ! ! હળવેથી કરી આઘો ખસી જઈ રસ્તે પડું એમ વિચાર ઉઠાવીને હું જ્યાં સામી દૃષ્ટિ કરું છું તો ત્યાં એક વિકરાળ સિંહરાજને પડેલો દીઠો. રે ! હવે તો હું શિયાળાની ટાઢથી પણ સોગણો ધ્રૂજવા મંડી ગયો. વળી પાછો વિચારમાં પડી ગયો. ‘ખસકીને પાછો વળું તો કેમ ?' એમ લાગ્યું, ત્યાં તો તે તરફમાં ઘોડાની પીઠ પર રહેલી નાગી પોણા ભાગની તલવાર દીઠી. એટલે અહીં આગળ હવે મારા વિચાર તો પૂર્ણ થઈ રહ્યા. જ્યાં જોઉં ત્યાં મોત. પછી વિચાર શું કામ આવે ? ચારે દિશાએ મોતે પોતાનો જબરજસ્ત પહેરો બેસાડી મૂક્યો. હે મહા મુનિરાજ ! આવો ચમત્કારિક પરંતુ ભયંકર દેખાવ જોઈને મને મારા જીવનની શંકા થઈ પડી. મારો વહાલો જીવ કે હું જેથી કરીને આખા બ્રહ્માંડના રાજ્યની તુલ્ય વૈભવ ભોગવું છું તે હવે આ નરદેહ
રે ! અત્યારે મારી શી ગતિ થઈ પડી તે મારા જેવા
!
તાને ચાલ્યો જશે || રે ચાલ્યો જશે !! અરે ! અત્યારે મારી શી વિપરીત ગતિ થઈ પડી ! મારા જેવા પાપીને આમ જ છાજે. લે પાપી જીવ ! તું જ તારાં કર્તવ્ય ભોગવ, તેં અનેકનાં કાળજાં બાળ્યાં છે, તેં અનેક રંક પ્રાણીઓને દમ્યાં છે; તેં અનેક સંતોને સંતાપ્યા છે. તેં અનેક સતી સુંદરીઓનાં શિયળભંગ કર્યાં છે. તેં અનેક મનુષ્યોને અન્યાયથી દંડ્યા છે. ટૂંકામાં તેં કોઈ પણ પ્રકારના પાપની કચાશ રાખી નથી, માટે રે પાપી જીવ । હવે તું જ તારાં ફળ ભોગવ. તું તને જેમ ફાવે તેમ વર્તતો; અને તેની સાથે મદમાં આંધળો થઈને આમ પણ માનતો કે હું શું દુઃખી થવાનો હતો ? મને શું કષ્ટો પડવાનાં હતાં ? પણ રે પાપી પ્રાણ ! હવે જોઈ લે. તું એ તારા મિથ્યા મદનું ફળ ભોગવી લે. પાપનું ફળ તું માનતો હતો કે છે જ નહીં. પરંતુ જોઈ લે, અત્યારે આ શું ? એમ હું પશ્ચાત્તાપમાં પડી ગયો. અરે ! હાય ! હું હવે નહીં જ બચું ? એ વિડંબના મને થઈ પડી. આ વખતે મારા પાપી અંતઃકરણમાં એમ આવ્યું કે જો અત્યારે મને કોઈક આવીને એકદમ બચાવે તો કેવું માંગલિક થાય ! એ પ્રાણદાતા અબઘડી જે માગે તે આપવા હું બંધાઉં. મારું આખા માળવા દેશનું રાજ્ય તે માગે તો આપતાં ઢીલ ન કરું. અને એટલું બધુંયે આપતાં એ માગે તો મારી એક હજાર નવયૌવન રાણીઓ આપી દઉં. એ માગે તો મારી અઢળક રાજ્યલક્ષ્મી એના પદકમળમાં ધરું, અને એટલું બધુંયે આપતાં છતાં જો એ કહેતો હોય તો હું એનો જિંદગીપર્યંત કિંકરનો કિંકર થઈને રહું. પરંતુ મને આ વખતે કોણ જીવનદાન આપે ? આવા આવા તરંગમાં ઝોકાં ખાતો ખાતો હું તમારા પવિત્ર જૈનધર્મમાં ઊતરી પડ્યો. એના કથનનું મને આ વખતે ભાન થયું. એના પવિત્ર સિદ્ધાંતો આ વખતે મારા અંતઃકરણમાં અસરકારક રીતે ઊતરી ગયા. અને તેણે તેનું ખરેખરું મનન કરવા માંડ્યું, કે જેથી આ આપની સમક્ષ આવવાને આ પાપી પ્રાણી પામ્યો.
વન
૧ અભયદાનઃ- એ સર્વોત્કૃષ્ટ દાન છે. એના જેવું એક્કે દાન નથી. આ સિદ્ધાંત પ્રથમ મારા અંતઃકરણે મનન કરવા માંડ્યો. અહો ! આ એનો સિદ્ધાંત કેવો નિર્મળ અને પવિત્ર છે ! કોઈ પણ પ્રાણીભૂતને પીડવામાં મહાપાપ છે. એ વાત મને હાડોહાડ ઊતરી ગઇ ગઇ તે પાછી હજાર જન્માંતરે પણ ન ચસકે તેવી ! આમ વિચાર પણ આવ્યો કે કદાપિ પુનર્જન્મ નહીં હોય એમ ઘડીભર માનીએ તોપણ કરેલી હિંસાનું કિંચિત્ ફળ પણ આ જન્મમાં મળે છે ખરું જ. નહીં તો આવી તારી વિપરીત દશા ક્યાંથી હોત ? તને હંમેશાં શિકારનો પાપી શોખ લાગ્યો હતો, અને એ જ માટે થઈને તેં આજે ચાહી ચાહીને દયાળુઓનાં દિલ દુભાવવાને આ તદબીર કરી હતી. તો હવે આ તેનું ફળ તને મળ્યું. તું હવે કેવળ પાપી મોતના પંજામાં પડ્યો. તારામાં કેવળ હિંસામતિ ન હોત તો આવો વખત તને મળત કેમ ? ન જ મળત. કેવળ આ તારી નીચ મનોવૃત્તિનું ફળ છે. હે પાપી આત્મા ! હવે તું અહીંથી એટલે આ દેહથી મુક્ત થઈ ગમે ત્યાં જા, તોપણ એ દયાને જ પાળજે. હવે તારે અને આ કાયાને જુદા પડવામાં શું ઢીલ રહી છે ? માટે એ સત્ય, પવિત્ર અને અહિંસાયુક્ત જૈનધર્મના જેટલા સિદ્ધાંતો તારાથી મનન થઈ શકે તેટલા કર અને તારા જીવની શાંતિ ઇચ્છ. એના સઘળા સિદ્ધાંતો