________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૨
૮૨૯
ધ્યાન અને અધ્યયન.
Go અ૫૦
૧૩
‘ઠાણાંગસૂત્ર'માં નીચે દર્શાવેલું સૂત્ર શું ઉપકાર થવા નાખ્યું છે તે વિચારો.
[ હાથનોંધ ૩, પૃષ્ઠ ૩૫ |
एगे समणे भगवं महावीरे इमीसेणं ऊसप्पिणीए चडवीसं तिथ्थयराणं चरिमे तिथ्ययरे सिद्धे बुद्धे मुत्ते परिनिचुडे सच्चदुःखप्पहीणे ।
૧૪
| હાથનોંધ ૩. પૃષ્ઠ 38
આત્યંતર માન અવધૂત,
વિદેહીવતું. જિનકલ્પીવતુ,
સર્વ પરભાવ અને વિભાવી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાનસહિત, અવધૂતવતુ વિદેહીવત્ જિનકલ્પીવત્ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.
પ્રવૃત્તિનાં કાર્યો પ્રત્યે વિરતિ.
܀܀܀܀܀
૧૫
[ હાથનોંધ ૩, પૃષ્ઠ ૩૯ ]
સંગ અને સ્નેપાશનું ત્રોડવું. (અતિશય વસમું છતાં પણ કરવું, કેમકે બીજો કોઈ ઉપાય નથી.. આશંકાઃ- જે સ્નેહ રાખે છે, તેના પ્રત્યે આવી ક્રૂર દૃષ્ટિથી વર્તવું તે કૃતઘ્નતા અથવા નિર્દયતા નથી ?
સમાધાન-
સ્વરૂપબોધ.
યોગનિરોધ.
સર્વધર્મ સ્વાધીનતા.
ધર્મમૂર્તિતા.
સર્વપ્રદેશ સંપૂર્ણ ગુણાત્મક તા.
સર્વાંગસંયમ.
લોક પ્રત્યે નિષ્કારણ અનુગ્રહ.
܀܀܀܀܀
૧૬
૧૭
શું નમઃ સર્વજ્ઞ-વીતરાગ દેવ
[ હાથનોંધ ૩, પૃષ્ઠ ૪૦ ]
[ હાથનોંધ ૩, પૃષ્ઠ ૪૩]
(સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ કર્યા છે તે ઈશ્વર.)
તે પદ મનુષ્યદેહને વિષે સંપ્રાપ્ત થવા યોગ્ય છે.