________________
૮૩૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
સંપૂર્ણ વીતરાગ થાય, તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય.
સંપૂર્ણ વીતરાગ થઈ શકાય એવા હેતુઓ સુપ્રતીત થાય છે.
પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શો ?
૧૮
| હાથનોંધ ૩. પૃષ્ઠ ૪૫ |
તે અનુભવમાં જે વિશેષ વિષે ન્યૂનાધિકપણું થાય છે, તે જો મટે તો કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ વર્તે. અપ્રમત્ત ઉપયોગે તેમ થઈ શકે.
અપ્રમત્ત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતીત છે. તેમ વર્ષે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે. અવિચ્છિન્ન તેવી ધારા વર્તે તો અદ્ભુત અનંત જ્ઞાનસ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વર્તે-
૧૯
| હાચનોંધ ૩. પૃષ્ઠ ૪૭]
સર્વ ચારિત્ર વર્શીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે ‘બ્રહ્મચર્ય’ અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે.
૨૦
[ હાથનોંધ ૩, પૃષ્ઠ ૪૯ ]
ૐ નમઃ
સંયમ
܀܀܀܀܀
૨૧
જાગૃત સત્તા.
જ્ઞાયક સત્તા.
આત્મસ્વરૂપ.
૨૨
[ હાથનોંધ 3, પૃષ્ઠ ૫૦ ]
[ હાથનોંધ ૩, પૃષ્ઠ ૫૧ ]
સર્વજ્ઞોપદિષ્ટ આત્મા સદ્ગુરુકૃપાએ જાણીને નિરંતર તેના ધ્યાનને અર્થે વિચરવું, સંયમ અને તપપૂર્વક-
܀܀܀܀܀
૨૩
અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ-
અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવઃ-
અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ-
આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો. જયવંત વર્તે.
વિશ્વ અનાદિ છે.
આકાશ સર્વ વ્યાપક છે.
તેમાં લોક રહ્યો છે.
| હાથનોંધ ૩, પૃષ્ઠ પર ]
૨૪
| હાથનોંધ ૩. પૃષ્ઠ ૫૪ |
એ નમઃ