________________
http://www.ShrimadRajchandra.org
૮૨૪
શ્રીમદ્ રાજચંદ્ર
૨૦
હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.
[ હાથનોંધ ૨, પૃષ્ઠ ૪૫ ]
આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.
હૈ જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.
હૈ કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.
હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો.
૧
જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે.
[ હાથનોંધ ૨, પૃષ્ઠ ૪૭ ]
ભગવાન જિને ઉપદેશેલો આત્માનો સમાધિમાર્ગ શ્રીગુરુના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કરો.
बंधविहाणविमुक्कं
૨૨
वंदिअ
सिरिवद्धमाणजिणचंदं.
सिरिवीर जिणं बंदिअ कम्मविवागं समासओ वुच्छं, कीरई जिएण हेऊहिं, जेणं तो भण्णए कम्मं. कम्मदव्वेहिं सम्मं, संजोगो होई जो उ जीवस्स,
सो बंधो नायय्यो, तस्स विओगो भये मुक्खो.
.
܀܀܀܀܀
૨૩
કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન
મોક્ષ.
તે સ્વભાવનું અનુસંધાન તે
મોક્ષમાર્ગ.
પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યક્દર્શન
દેશ આચરણરૂપે
તે
પંચમ ગુણસ્થાનક
સર્વ આચરણરૂપે
તે
છઠ્ઠું ગુણસ્થાનક.
અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ
R
સપ્તમ '
અપૂર્વ આત્મજાગૃતિ
તે
અષ્ટમ '
હું હાથનોંધ ર, પૃષ્ઠ ૪૯ ]
[ હાથનોંધ ૨, પૃષ્ઠ ૫૧ ]