________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ર
શબ્દ ર્દષ્ટિથી એવંભૂત પ્રત્યે જા.
એવંભુત દૃષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર,
સમભિરૂઢ દૃષ્ટિથી એવંભૂત અવલોક.
એવંભુત દૃષ્ટિથી સમભિન્ન સ્થિતિ કર.
એવંભૂત દૃષ્ટિથી એવંભૂત થા.
એવંભૂત સ્થિતિથી એવંભૂત દૃષ્ટિ શમાવ.
ૐ શાંતિ શાંતિ શાંતિ.
૧૭
હું અસંગ શુદ્ધચેતન છું.
વચનાતીત નિર્વિકલ્પ
એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ છે.
હું પરમ શુદ્ધ, અખંડ ચિધાતુ છું.
અચિધાતુના સંયોગરસનો આ આભાસ તો જુઓ । આશ્ચર્યવત્, આશ્ચર્યરૂપ, ઘટના છે.
કંઈ પણ અન્ય વિકલ્પનો અવકાશ નથી.
સ્થિતિ પણ એમ જ છે.
܀܀܀܀܀
૧૮
૮૨૩
[ હાથનોંધ ૨, પૃષ્ઠ 3૭ ]
[ હાથનોંધ ૨, પૃષ્ઠ ૩૯ ]
તેવો કાળ છે ?
પરાનુગ્રહ પરમ કારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થા.
ચૈતન્ય જિનપ્રતિમા થા.
તે વિષે નિર્વિકલ્પ થા.
તેવો ક્ષેત્રયોગ છે ?
ગવેષ.
તેવું પરાક્રમ છે ?
અપ્રમત્ત શૂરવીર થા. તેટલું આયુષબળ છે ? શું લખવું ? શું કહેવું ?
અંતર્મુખ ઉપયોગ કરીને જો.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
હે કામ ! હે માન ! હે સંગઉદય !
હું વચનવર્ગણા । હૈ મોહ ! હે મોહદયા ।
ૐ શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો ?
૧૯
પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ,
[ હાથનોંધ ૨, પૃષ્ઠ ૪૧ ]