________________
૮૨૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ધર્મસુગમતા.
પદ્ધતિ.
લોકાનુગ્રહ
યથાસ્થિત શુદ્ધ સનાતન
સર્વોત્કૃષ્ટ જયવંત ધર્મનો ઉદય.
વૃત્તિ.
܀܀܀܀܀
૧૪
સ્વપર પરોપકારક પરમાર્થમય સત્યધર્મ જયવંત વર્તે.
આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે.
ખંડિત છે.
સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગમ્ય દેખાય છે.
તે પ્રભાવને વિષે મહત્ અંતરાય છે.
[ હાથનોંધ ૨, પૃષ્ઠ ૩૨ ]
દેશકાળાદિ ઘણા પ્રતિકૂળ છે.
વીતરાગોનો મત લોકપ્રતિકૂળ થઈ પડ્યો છે.
રૂઢિથી જે લોકો તેને માને છે તેના લક્ષમાં પણ તે સુપ્રીત જણાતો નથી, અથવા અન્યમત તે
વીતરાગોનો મત સમજી પ્રવર્ત્યે જાય છે.
યથાર્થ વીતરાગોનો મત સમજવાની તેમનામાં યોગ્યતાની ઘણી ખામી છે.
દૃષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વર્તે છે.
વેષાદિ વ્યવહારમાં મોટી વિટંબણા કરી મોક્ષમાર્ગનો અંતરાય કરી બેઠા છે.
તુચ્છ પામર પુરુષો વિરાધક વૃત્તિના ધણી અગ્રભાગે વર્તે છે.
કિંચિત્ સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાતતુલ્ય દુઃખ લાગતું હોય એમ દેખાય છે.
܀܀܀
૧૫
પરમ કારુણ્યસ્વભાવી.
ત્યારે તમે શા માટે તે ધર્મનો ઉદ્ધાર ઇચ્છો છો ?
તે સદ્ધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી,
܀܀܀܀܀
એવંભૂત દૃષ્ટિથી ઋસૂત્ર સ્થિતિ કર, ઋસૂત્ર દૃષ્ટિથી એવંભૂત સ્થિતિ કર.
નેગમ દૃષ્ટિથી એવંભુત પ્રાપ્તિ કર.
એવંભૂત દૃષ્ટિથી નૈગમ વિશુદ્ધ કર. સંગ્ર દૃષ્ટિથી એવંભૂત થા. એવંભૂત દૃષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર. વ્યવહાર દૃષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. એવંભુત દૃષ્ટિથી વ્યવહાર વિનિવૃત્ત કર,
[ હાથનોંધ ૨, પૃષ્ઠ ૩૪ ]
૧૬
| હાથનોંધ ર, પૃષ્ઠ ૩૫ |