________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથર્નોધ ૨
૮૧
અહો ! આ દેહની રચના ! અહો ચેતન ! અહો તેનું સામર્થ્ય ! અહો જ્ઞાની ! અહો તેની ગવેષણા ! અહો તેમનું ધ્યાન । અહીં તેમની સમાધિ । અહીં તેમનો સંયમ ! અહો તેમનો અપ્રમત્ત સ્વભાવ ! અહો તેમની પરમ જાગૃતિ ! અહો તેમનો વીતરાગ સ્વભાવ ! અહો તેમનું નિરાવરણ જ્ઞાન । અહીં તેમના યોગની શાંતિ ! અહો તેમના વચનાદિ યોગનો ઉદય !
હે આત્મા ! આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમત્તભાવ કેમ ? મંદ પ્રયત્ન કેમ ? જઘન્યમંદ જાગૃતિ કેમ ? શિથિલતા કેમ ? મૂંઝવણ કેમ ? અંતરાયનો હેતુ શો ?
અપ્રમત્ત થા, અપ્રમત્ત થા.
પરમ જાગૃત સ્વભાવ ભજ, પરમ જાગૃત સ્વભાવ ભજ.
તીવ્ર વૈરાગ્ય, પરમ આર્જવ, બાહ્માસ્યંતર ત્યાગ,
આહારનો જય.
આસનનો જય.
નિદ્રાનો જય.
યોગનો જય.
આરંભપરિગ્રહવિરતિ.
બ્રહ્મચર્ય પ્રત્યે પ્રતિનિવાસ.
એકાંતવાસ.
અષ્ટાંગયોગ.
સર્વજ્ઞધ્યાન.
આત્મ ઈહા.
આત્મપયોગ
મૂળ આત્મોપયોગ.
અપ્રમત્ત ઉપયોગ.
કેવળ ઉપયોગ
કેવળ આત્મા.
અચિંત્ય સિદ્ધસ્વરૂપ.
જિનચૈતન્યપ્રતિમા.
સર્વાંગસંયમ.
એકાંત સ્થિર સંયમ.
એકાંત શુદ્ધ સંયમ.
કેવળ બાહ્મભાવ નિરપેક્ષતા.
આત્મતત્ત્વવિચાર.
જગતતત્ત્વવિચાર,
જિનદર્શનતત્ત્વવિચાર.
બીજા દાનતત્ત્વવિચાર,
૧૨
[ હાથનોંધ ૨, પૃષ્ઠ 30 ]
૧૩
[ હાથનોંધ ૨. પૃષ્ઠ ૩૧ |
સમાધાન.