________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૫ મું
૩૧૭
યોગમાં રહીએ છીએ. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી.
જ્યોતિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ એ માયિક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત્ જ થાય છે. તે વાટે કોઈ વાત જાણવાનું અથવા સિદ્ધ કરવાનું ક્યારેય યોગ્ય લાગતું નથી, અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તો ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી.
પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે, તે તે પ્રકારે ૧. અનુક્રમે વેદન કર્યાં જવાં એમ કરવું યોગ્ય લાગ્યું છે.
....
તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય તોપણ તેમ પ્રવર્તવાનો અભ્યાસ રાખજો અને કોઈ પણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો; એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે.
કોઈ પણ પ્રકારનો ઉપાધિપ્રસંગ લખો છો તે, જોકે વાંચ્યામાં આવે છે, તથાપિ તે વિષે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી, એ દોષ કહો કે ગુણ કહો પણ ક્ષમા કરવા યોગ્ય છે.
સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી. તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. તે ઉપાધિના ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગૌણભાવે વર્તે છે; અને તે માટેનો શોચ રહ્યા કરે છે. લિ. વીતરાગભાવના યથાયોગ્ય
܀܀܀܀܀
330
મુંબઈ, માહ, ૧૯૪૮
કિસનદાસાદિ જિજ્ઞાસુઓ,
દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે.
જિને બાર્બીશ પ્રકારના પરિષહ કહ્યા છે. તેમાં દર્શનપરિષ નામે એક પરિષ કહ્યો છે. તેમજ એક બીજો અજ્ઞાનપરિષહ નામનો પરિષ પણ કહ્યો છે. એ બન્ને પરિષનો વિચાર કરવા યોગ્ય છે; એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે; અર્થાત્ તે ભૂમિકા (ગુણસ્થાનક) વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે.
કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકલ્પ્ય હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ, તો સમ્યકત્વની પ્રાપ્તિ થાય, તો તે સંકલ્પ્ય પ્રાથે (જ્ઞાનીનું સ્વરૂપ સમજાયે, ખોટું છે, એમ જણાય છે. યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી, પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે.
‘અધ્યાત્મસાર’નું વાંચન, શ્રવણ ચાલે છે તે સારું છે. અનેક વાર ગ્રંથ વંચાવાની ચિંતા નહીં, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે.
પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું - થવું - તેને 'દર્શનપરિષ' કહ્યો છે, એ પરિષહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે; પણ જો ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે.
તમે ‘દર્શનપરિષ’માં કોઈ પણ પ્રકારે વર્ગો છો, એમ જો તમને લાગતું હોય તો તે ધીરજથી વેદવા યોગ્ય છે; એમ ઉપદેશ છે. ‘દર્શનપરિષહ’માં તમે પ્રાયે છો, એમ અમે જાણીએ છીએ.
૧. કાગળ ફાટવાથી અક્ષર ઊડી ગયા છે.