________________
૩૧૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્યભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષે પરમભક્તિભાવે સત્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે.
કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઇચ્છા કરવી નહીં; અર્થાત્ કંઈ પણ પ્રકારના દિવ્યતેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઇચ્છા, મનકલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી.
‘શાંતસુધારસ’માં કહેલી ભાવના, 'અધ્યાત્મસાર'માં કહેલો આત્મનિશ્ચયાધિકાર એ ફરી ફરી મનન કરવા યોગ્ય છે. એ બેનું વિશેષપણું માનવું.
'આત્મા છે' એમ જે પ્રમાણથી જણાય, ‘આત્મા નિત્ય છે' એમ જે પ્રમાણથી જણાય, આત્મા કર્તા છે' એમ જે પ્રમાણથી જણાય, ‘આત્મા ભોક્તા છે’ એમ જે પ્રમાણથી જણાય, ‘મોક્ષ છે’ એમ જે પ્રમાણથી જણાય, અને ‘તેનો ઉપાય છે' એમ જે પ્રમાણથી જણાય, તે વારંવાર વિચારવા યોગ્ય છે. ‘અધ્યાત્મસાર'માં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત હોય તો વિચારવામાં બાધ નથી. કલ્પનાનો ત્યાગ કરી વિચારવા યોગ્ય છે.
જનકવિદેહીની વાત હાલ જાણવાનું ફળ તમને નથી.
બધાને અર્થે આ પત્ર છે.
૩૩૧
મુંબઈ, માહ, ૧૯૪૮
વીતરાગપણે, અત્યંત વિનયપણે પ્રણામ.
ભ્રાંતિગતપણે, સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે; ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાત્મ્ય પણ તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે.
૩૩૨
મુંબઈ, ફાગણ સુદ ૪, બુધ, ૧૯૪૮
આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદપરિણામને પામે છે; તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે, તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણું વર્તનાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે- પ્રાર્થે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે; અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે,
333
મુંબઈ, ફાગણ સુદ ૪, બુધ, ૧૯૪૮ ૧‘સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી, અને વ્યાવહારિક કલ્પના પોતાસમાન તે પ્રત્યે રહે છે, એ જીવને ક્યા ઉપાયથી ટળે ?' એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે, એ ઉત્તર જ્ઞાની
૧. શ્રી સૌભાગ્યભાઈએ આપેલ ઉત્તરઃ “નિર્પન્ન થઈ સત્સંગ કરે તો સત્ જણાય ને પછી સત્પુરુષનો જોગ બને તો તે ઓળખે અને ઓળખે એટલે વ્યાવહારિક કલ્પના ટળે. માટે પક્ષ રહિત થઈ સત્સંગ કરવો. એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. બાકી ભગવંતુ કૃપા એ જુદી વાત છે."