________________
૩૧૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૩૨૬
મુંબઈ, માહ વદ ૧૧, બુધ, ૧૯૪૮
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધત્તામેં કૈલી કરે,
શુદ્ધતામેં થિર વ્હે અમૃત ધારા વરસે. (સમયસાર નાટક)
૩૨૭
મુંબઈ, માહ વદ ૧૪, શનિ, ૧૯૪૮
અદ્ભુત દશાના કાવ્યનો અર્થ લખી મોકલ્યો તે યથાર્થ છે. અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય
છે, તેમ એવાં કાવ્યો, શબ્દો, વાક્યો યથાતથ્યરૂપે પરિણમે છે; આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે.
સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યાવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી ટળે તે લખશો.
ઉપાધિ પ્રસંગ બહુ રહે છે. સત્સંગ વિના જીવીએ છીએ.
૩૨૮
મુંબઈ, માહ વદ ૦)), રવિ, ૧૯૪૮
“લેવકો ન રહી કોર, ત્યાગીવેર્કો નાહીં ઓર.
હૈ!'
બાકી કા ઉબર્યો. કારજ નવીનો મ
સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું; એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઇચ્છે નહીં; અને જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ છે. ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી; એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું, દેવું એ બન્ને નિવૃત્ત થઈ ગયું, ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઊગર્યું ? અર્થાત્ જેમ થવું જોઈએ તેમ થયું ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ ક્યાંથી હોય ? એટલે કહે છે કે, અહીં પૂર્ણકામતા પ્રાપ્ત થઈ.
܀܀܀܀܀
૩૨૯
મુંબઈ. માહ વદ, ૧૯૪૮
ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઇચ્છતું નથી. તથાપિ તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે.
અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ.
જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે; તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત્ સમાધિ જ છે.
આ દેહ ધારણ કરીને જોકે કોઈ મહાન શ્રીમંતપણું ભોગવ્યું નથી, શબ્દાદિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી, કોઈ વિશેષ એવા રાજ્યાધિકારે સહિત દિવસ ગાળ્યા નથી, પોતાનાં ગણાય છે એવાં કોઈ ધામ, આરામ સેવ્યાં નથી, અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે, તથાપિ એ કોઈની આત્મભાવે અમને કંઈ ઇચ્છા ઉત્પન્ન થતી નથી, એ એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ; અને એ પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ બન્ને સમાન થયાં જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે, કોઈ પ્રકારનો લોકપરિચય રુચિકર થતો નથી, સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે છે, અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિ-
૧. જુઓ આંક ૩૨૫