________________
૪૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
એ મમત્વભાવ મારે જોઈતો નથી ! એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારાં માનવાં જ નથી ! હું એનો નહીં ને એ મારાં નહીં ! પુણ્યાદિક સાધીને મેં જે જે વસ્તુ પ્રાપ્ત કરી તે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સંસારમાં કયું ખેદમય છે ? મારાં ઉગ્ર પુણ્યત્વનું પરિણામ આ જ કે ? છેવટે એ સઘળાંનો વિયોગ જ કે ? પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને માટે જે જે પાપ કર્યાં તે તે મારા આત્માએ ભોગવવાં જ કે ? તે પણ એકલાએ જ કે ? એમાં કોઈ સહિયારી નહીં જ કે ? નહીં નહીં. એ અન્યત્વભાવવાળા માટે થઈને હું મમત્વભાવ દર્શાવી આત્માનો અનુહિતેષી થઈ અને રૌદ્ર નરકનો ભોકતા કરું એ જેવું કયું અજ્ઞાન છે ? એવી કઈ ભ્રમણા છે ? એવો કયો અવિવેક છે ? ત્રેસઠશલાકા પુરુષોમાંનો હું એક ગણાયો; ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહીં, અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને ખોઈ બેસું, એ કેવળ અયુક્ત છે. એ પુત્રોનો, એ પ્રમદાઓનો, એ રાજવૈભવનો અને એ વાહનાદિક સુખનો મારે કશો અનુરાગ નથી ! મમત્વ નથી !"
વૈરાગ્યનું રાજરાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડ્યું કે તિમિરપટ ટળી ગયું. શુકલ-ધ્યાન પ્રાપ્ત થયું, અશેષ કર્મ બળીને ભસ્મીભૂત થયાં || મહા દિવ્ય અને સહસ્ર-કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળજ્ઞાન પ્રગટ થયું. તે જ વેળા એણે પંચમુષ્ટિ કેશલોચન કર્યું, શાસનદેવીએ એને સંતસાજ આપ્યો; અને તે મહા વિરાગી સર્વજ્ઞ સર્વદર્શી થઈ,ચતુર્ગતિ, ચોવીશ દંડક, તેમજ આધિ, વ્યાધિ અને ઉપાધિથી વિરક્ત થયો. ચપળ સંસારના સકળ સુખવિલાસથી એણે નિવૃત્તિ કરી, પ્રિયાપ્રિય ગયું; અને તે નિરંતર સ્તવવા યોગ્ય પરમાત્મા થયો.
પ્રમાણશિક્ષાઃ- એમ એ છ ખંડનો પ્રભુ, દેવના દેવ જેવો, અઢળક સામ્રાજ્યલક્ષ્મીનો ભોકતા, મહાયુનો ધણી, અનેક રત્નની યુક્તના ધરાવનાર, રાજરાજેશ્વર ભરત આદર્શભુવનને વિષે કેવળ અન્યત્વભાવના ઊપજવાી શુદ્ધ વિરાગી થયો !
ખરેખર ભરતેશ્વરનું મનન કરવા યોગ્ય ચરિત્ર સંસારની શોકાńતા અને ઔદાસીન્યતાનો પૂરેપૂરો ભાવ, ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે. કો ! એને ત્યાં કઈ ખામી હતી ? નહોતી અને ત્યાં નવોવના સ્ત્રીઓની ખામી, કે નહોતી રાજરિદ્ધિની ખામી, નહોતી વિજયસિદ્ધિની ખામી, કે નહોતી નવનિધિની ખામી, નહોતી પુત્ર-સમુદાયની ખામી, કે નહોતી કુટુંબ-પરિવારની ખામી, નહોતી રૂપકાંતિની ખામી, કે નહોતી યશસ્કીર્તિની ખામી.
આગળ કહેવાઈ ગયેલી તેની રિદ્ધિનું એમ પુનઃ સ્મરણ કરાવી પ્રમાણથી શિક્ષાપ્રસાદીનો લાભ આપીએ છીએ કે, ભરતેશ્વરે વિવેકથી અન્યત્વના સ્વરૂપને જોયું, જાણ્યું અને સર્પકંચુકવત્ સંસાર પરિત્યાગ કરી તેનું મિથ્યા મમત્વ સિદ્ધ કરી આપ્યું. મહાવૈરાગ્યની અચળતા, નિર્મમત્વતા, અને આત્મશકિતનું પ્રફુલ્લિત થવું, આ મહા યોગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે.
એક પિતાના સૌ પુત્રમાં નવાણું આગળ આત્મસિદ્ધિને સાધતા હતા. સોમા આ ભરતેશ્વરે સિદ્ધિ સાધી. પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી. ભરતેશ્વરી-રાજ્યાસન-ભોગીઓ ઉપરાઉપરી આવનાર એ જ આદર્શભુવનમાં તે જ સિદ્ધિ પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિસાધક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવંદન હો તે પરમાત્માઓને !
(શાર્દૂલવિક્રીડિત)
દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા,
છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્યાની થયા;
ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા,
જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્ય ભાવે યથા.
વિશેષાર્થઃ-પોતાની એક આંગળી અડવી દેખીને વૈરાગ્યના પ્રવાહમાં જોણે પ્રવેશ કર્યો,