________________
અસ્તિત્વ જિનાગમ દર્શાવે છે. અજ્ઞાનીને પદાર્થના : અસાધારણ લક્ષણોનો ખ્યાલ નથી તેથી તે બે પદાર્થોને જુદા પોતાના જ્ઞાન-શ્રદ્ધાનમાં લઈ શકતો નથી. બધું ભેળસેળ કરી નાખે છે. પરિણામે તે અનંત સંસા૨માં રખડે છે.
જિનાગમ દરેક પદાર્થને સ્વથી એકત્વ અને પરથી વિભક્તરૂપે સ્પષ્ટપણે સ્થાપે છે. એ રીતે જિનાગમમાં બધા પદાર્થો પ્રભુત્વ શક્તિ વડે
અર્થ સમય, જ્ઞાન સમય અને શબ્દ સમય ત્રણ વચ્ચેના સંબંધને આપણે આ રીતે સમજવો રહ્યો. વસ્તુનું સ્વરૂપ (અર્થ સમય) તેને જેમ છે તેમ જણાનારું સર્વજ્ઞનું જ્ઞાન (જ્ઞાન સમય) સર્વજ્ઞના જ્ઞાનને અનુસરીને આવતો બોધ (શબ્દ સમય) એ દિવ્ય ધ્વનિ, શ્રીગુરુનો ઉપદેશ અને આગમનો અભ્યાસ (શબ્દ સમય) તે દ્વારા પાત્ર જીવને પોતાના અને ૫૨૫દાર્થો સંબંધી થતું જ્ઞાન (જ્ઞાન સમય) એ રીતે એકબીજા વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે. તેમાં અહીં શ્રીગુરુના જ્ઞાનને અનુસરીને થતી આગમની રચનાની વાત લેવામાં આવી છે. ત્યાં જ્ઞાન જાદુ અને શબ્દો જાદા એક ચેતન અને અચેતન એમ નથી દર્શાવવું. પરંતુ આગમમાં માત્ર શબ્દો જ નથી પરંતુ ત્યાં શ્રી ગુરુનું જ્ઞાન પણ છે એમ કહેવાનો આશય છે. એ વાત બીજી રીતે કહેવી હોય તો પાત્ર જીવ આગમનો અભ્યાસ કરે છે ત્યારે
સ્વતંત્રતાથી શોભાયમાન લક્ષગત થાય છે. વસ્તુની
:
આ પ્રકા૨ની દરેક પદાર્થની સ્વતંત્રતાની વ્યવસ્થા તે ભેદજ્ઞાન ક૨વામાં સહાયક છે. અર્થાત્ આ પ્રકારની વ્યવસ્થાને લક્ષગત કરવાથી ભેદજ્ઞાનનો
,,
પ્રયોગ સુલભ થાય છે. પદાર્થ અંતરંગમાં“સ્વથી : એકત્વ લઈને રહેલો છે તે ખ્યાલમાં આવતા સ્વરૂપ અસ્તિત્વરૂપે પદાર્થની અખંડતા કાયમ રાખીને : તે પદાર્થ અનેકાંત સ્વરૂપ હોવાથી અંતરંગમાં અનેકપણું લઈને રહેલો છે તથા તે અનંત વે૨ વીખેર નથી એકબીજા સાથે તાદાત્મ્ય સંબંધને પ્રાપ્ત થઈને રહેલ છે એવો પણ યથાર્થ ખ્યાલ આગમનો અભ્યાસ ક૨ના૨ને આવે છે.
:
શબ્દોનો તો અભ્યાસ કરે છે પરંતુ તે ઉપરાંત તે શબ્દો દ્વારા જ્ઞાનીના (ગુરુના) જ્ઞાન સુધી પહોંચી જાય છે. શબ્દો વાચક થઈને વાચ્ય એવા પદાર્થને (પોતાના આત્માને) દર્શાવે છે અને એ રીતે શબ્દો દ્વારા વાચ્ય એવા પોતાના સ્વભાવને જાણી લેવાની વાત જિનાગમમાં આવે છે. અહીં તો એમ કહેવું છે કે શ્રીગુરુનું જ્ઞાન શબ્દનું રૂપ ધારણ કરીને આગમમાં ગોઠવાય ગયું છે માટે તમો તે શબ્દો દ્વારા શ્રીગુરુના જ્ઞાન સુધી પહોંચી જાવ. શ્રીગુરુને પદાર્થનું જેવું જ્ઞાન છે એવું જ્ઞાન તમે પણ કરી લો એવો ભાવ આપણે લક્ષમાં લેવો છે. એક દૃષ્ટાંત : એક પંખો ફરે છે, અરીસામાં તેવું જ પ્રતિબિંબ પડે છે. મૂવી કેમેરામાં પણ એ જ દૃશ્ય દેખાય છે. આંખમાં પડદા ઉપર પણ એ પ્રકારનું ચિત્ર જોવા મળે છે અને જ્ઞાન પણ એવા શેયાકારરૂપ થાય છે. પંખો, અરીસો, કેમેરા, આંખ અને જીવ બધા અલગ પદાર્થો છે. દરેક પદાર્થ પોતાનું ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ સત્ લઈને રહેલ હોવાથી બધા પોતાના કામ કરે
:
:
૬૩
આગમ જ્ઞાન વડે ગંભીર છે.
ટીકાનું વાક્ય છે તેમાં વચ્ચેના શબ્દો કાઢી નાખીએ તો ઉપ૨ પ્રમાણે વાંચી શકાય છે. વચ્ચેના શબ્દો તો જે પદાર્થોના જ્ઞાનની વાત ક૨વામાં આવે છે તે પદાર્થો કેવા છે તેના વર્ણન માટે લખાયેલા છે. આ વાક્ય વડે આગમને જ્ઞાન કહ્યું છે. જ્ઞાનમાં આગમ નિમિત્ત છે માટે આગમને જ્ઞાન કહેવાનો વ્યવહાર શાસ્ત્રમાં જોવા મળે છે. અહીં જ્ઞાનીનુંગુરુનું જ્ઞાન આગમના શબ્દોરૂપે થઈ જાય છે. એવો ભાવ દર્શાવવો છે. અર્થાત્ આગમની રચના ગુરુના જ્ઞાનને અનુસરે છે. ભગવાનની દિવ્ય ધ્વનિ જડ હોવા છતાં તે સર્વજ્ઞના દાનને અનુસરનારી હોવાથી તેમાં પૂજ્યપણું છે. પ્રવચનસાર - પીયૂષ