________________
:
તેથી તે વાસ્તવિકતાનો સ્વીકા૨ ક૨ે છે. શ૨ી૨ને અનિષિદ્ધ ઉપધિરૂપે માન્ય રાખે છે, તેને માટે શબ્દો વાપરે છે કે ‘શ્રમણ જો૨થી-હઠથી (શરીરને) નહિ નિષેધતો હોવાને લીધે તે કેવળ દેહવાળો છે.'' એવો ભાવ છે કે મુનિને અભિપ્રાયમાં દેહનો ત્યાગ હોવા છતાં તે આપઘાત કે લાંબા ઉપવાસ વગેરે દ્વારા શરીરથી જાદા પડવાનો પ્રયત્ન કરતો નથી. પોતાને દેહ માત્ર પરિગ્રહ છે તે સત્નો તે સ્વીકા૨ ક૨ે છે. તેમ હોવા છતાં અભિપ્રાયમાં તેનો નિષેધ હોવાથી મુનિને શ૨ી૨ પ્રત્યે ઓ૨માયું વર્તન હોય છે જેને કારણે તે પરિકર્મરૂપ ક્રિયા કરતા નથી. ખ્યાલમાં રહે કે શરીરના સંસ્કાર-શોભા વગે૨ે તો પોતાના શરીર પ્રત્યેના રાગને કારણે છે. શરીરની તે આવશ્યકતા નથી.
: મમત્વ એટલે અજ્ઞાની જ ન લેવા. જ્ઞાની-શ્રાવક વગેરે જે વિધિથી અને જે આહાર ગ્રહણ કરે છે તેવો આહાર અને તેવી વિધિ મુનિને નથી હોતી. મુનિને યોગ્ય હોય તે આહાર જ મુનિ લે છે માટે મુનિ પોતે યોગી છે કારણકે એણે પોતાના : પરિણામને આત્મામાં જોડયા છે અને તે યુક્ત આહાર લે છે અર્થાત્ મુનિપણાને યોગ્ય આહાર લે છે અને અયોગ્ય આહાર લેતા નથી.
:
ટીકામાં ૨૨૪ ગાથાને યાદ કરીને મુનિને: દેહ ત૨ફનું લક્ષ કેવું છે તે દર્શાવ્યું છે. જિનાગમમાં શરીરનો નિષેધ નથી પરંતુ તેને પરિગ્રહરૂપ જ ગણવા યોગ્ય છે. શરીરનું લાલન-પાલન-દેહલક્ષી મોજશોખ એ બધાને શ૨ી૨ ઉપ૨ અનુગ્રહરૂપે ગણાવી શકાય. તેની સામે શરીરને શોભા-સંસ્કા૨ : વગેરેનો અભાવ તેને શરીરની ઉપેક્ષા ગણી શકાય. તેથી મુનિને જ્ઞાન અને શ્રદ્ધાનમાં તો શરીરનો ત્યાગ જ છે. નિર્વિકલ્પ દશા સમયે પણ દેહ ત૨ફ લક્ષ નથી તેથી ત્યાગ જ છે. સવિકલ્પ દશા સમયે દેહ ત૨ફ લક્ષ જાય અને આહારનો વિકલ્પ આવે ત્યારે : કેવો આહા૨ ગ્રહણ કરે છે, ક્યા આહારને યુક્તાહાર કહી શકાય તે અહીં કહે છે. આ ગાથામાં તેની નાસ્તિથી વાત લીધી છે. વિસ્તારથી વાત ૨૨૯ ગાથામાં ક૨શે.
દેહના મમત્વપૂર્વક અનુચિત આહાર ગ્રહણ મુનિને હોતું નથી. એટલે કે જે જીવોને શરીરમાં મમત્વ હોય છે તે જીવો જે આહાર ગ્રહણ કરે છે તેવો આહાર મુનિને નથી હોતો. અહીં શરીરમાં
૫૬
ત્યારબાદ ટીકામાં ૨૨૭ ની ગાથાનો આધાર આપીને વાત લીધી છે. મુનિએ પોતાના આત્માને અનશન સ્વભાવી જાણ્યો છે. અરૂપી આત્માને આહારની જરૂર નથી માટે સ્વભાવ અનાહારી જ છે. એવા સ્વભાવમાં પોતે જ્યારે પોતાને જોડે છે ત્યારે તે પર્યાય પણ અનાહારી થાય છે. અર્થાત્ મુનિને ઉપવાસનો ભાવ આવે છે. જીવ અને તેની પર્યાય બન્ને એ રીતે અનાહારી થતાં તે જીવના સંગમાં રહેલો દેહ પણ એને અનુમોદના આપવામાં જોડાય છે. અર્થાત્ તેને અનુરૂપ રહેતા, શરીરને પણ આહાર મળતો નથી. અહીં દૃષ્ટાંતઃ પંખો ફરે છે. આંખનો સ્વભાવ અને પરિણમન તદ્દન ભિન્ન છે પરંતુ ત્યાં પણ પંખો ફરતો દેખાય છે. જ્ઞાન પણ એવી શેયાકાર અવસ્થા ધારણ કરે છે.
એકબીજાના સંગમાં જોતા પંખાનું કાર્ય બધે જોવા
મળે છે. એ રીતે અનશન સ્વભાવી આત્માનો રંગ શરીરને પણ લાગે છે અને શરીર પણ અનાહારી થાય છે.
ટીકામાં આગળ ‘યોગધ્વંસ’ શબ્દનો પ્રયોગ ક૨વામાં આવ્યો છે. તેનો ખુલાસો પં.શ્રી હિંમતભાઈએ ફૂટનોટમાં કર્યો છે. ‘‘આહાર ગ્રહણ કરવાનો આત્માનો સ્વભાવ છે’’ એવી માન્યતા, એવા પરિણામ તે યોગધ્વંસ છે. અજ્ઞાનીની એવી માન્યતા છે. જ્ઞાનીને એવી માન્યતા ન હોય. અજ્ઞાનીએ શરીરમાં હુંપણું માન્યું છે. તેથી શરીરની ચરણાનુયોગસૂચક ચૂલિકા