________________
આવે છે. આ સાધક દશાના સંબંધની વાત છે. પ૨માત્માને પરદ્રવ્યો સાથે સંપૂર્ણ શુદ્ધ એવો માત્ર જ્ઞેય જ્ઞાયક સંબંધ જ છે. પરંતુ સાધકને અસ્થિરતાના રાગ મારફત પદ્રવ્યો સાથે સંબંધ છે. જીવના આવા ભાવ અનુસાર શરીરાદિના કાર્યો થતા હોય છે તે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે પરંતુ ત્યાં વિષમવ્યાપ્તિ પણ જોવા મળે છે. એ વાત આ ગાથામાં સમજાવે
છે.
:
મુનિના આવા પરિણામને લક્ષમાં રાખીને આ ગાથામાં કહે છે કે જો મુનિને આ પ્રકારના પરિણામો આવે તો તેને અવશ્ય હિંસા ગણવામાં આવે છે. તે સમયે અન્ય જીવનું મરણ થાય કે ન થાય તેની સાથે કાંઈ સંબંધ નથી. જો મુનિ સમિતિ વગેરેના પાલનમાં સાવધાની રાખે છે તો તેને છેદ નથી, દોષ નથી. આવી સાવધાની હોવા છતાં કયારેક કાળ પ્રેરિત કોઈ જીવડું મુનિના પગ નીચે આવીને મરણ પામે તો મુનિને દોષ લાગતો નથી. કારણ એ છે કે મુનિએ પોતાની રીતે પૂરી સાવધાની રાખી છે. અન્ય જીવના મરણમાં નિમિત્ત પણ ન થવાય એવી તકેદારી તેણે બરોબર રાખી છે. તેથી ૫૨ જીવનો ઘાત થયો હોવા છતાં મુનિને હિંસા નથી.
:
:
:
આ ગાથાનું મૂળ પ્રયોજન તો સાધકને ભૂમિકાને યોગ્ય જે શુભ ભાવો આવે છે તેનું ફળ તેને પ્રાપ્ત થાય છે તે દર્શાવવાનું છે. નિર્વિકલ્પ અનુભૂતિમાંથી બહાર આવીને વિકલ્પમાં આવે છે ત્યાં અતીન્દ્રિય આનંદ હણાય જાય છે. ભૂમિકાને યોગ્ય એવા ભાવના ફળમાં પણ અતીન્દ્રિય · આનંદનો નાશ થાય છે માટે તેને હિંસા ગણવામાં આવી છે. હવે આગળ વિચારવામાં આવે છે. મુનિને પોતાની ભૂમિકાને યોગ્ય ન હોય એવા ભાવ આવે તો તેનું ફળ પણ તેને અવશ્ય મળે છે. તેની વાત આ ગાથામાં મુખ્યપણે લીધી છે. ગાથા. ૨૧૬માં જે ઈર્યા સમિતિના પાલનનો દૃષ્ટાંત
:
આ ગાથાનો આશય છે કે મુનિ મૂળગુણનું પાલન યથાર્થ ન કરે તો તે છેદ છે અને હિંસા છે. એ સમયે અન્ય કોઈ જીવનું મરણ ન થાય તો પણ મુનિને બંધ થાય છે. તેની સામે મુનિરાજ જો સાવધાનીપૂર્વક મૂળગુણનું પાલન કરે છે તો તે સમયે અન્ય જીવનો ઘાત થાય તોપણ તેમને બંધ થતો નથી. આ રીતે જીવને પોતાના પ્રમાદનું ફળ અવશ્ય મળે છે એમ નક્કી થાય છે.
:
લીધો હતો તે ફરીને અહીં વિચારીએ તો જે મુનિ સ્વાનુભૂતિમાંથી બહાર આવે છે તેને અતીન્દ્રિય આનંદ રહેતો નથી. તે મુનિ ઈર્યા સમિતિનું પાલન યોગ્ય રીતે કરે તો તેનો જિનાગમમાં સ્વીકાર છે. અર્થાત્ સાધક દશામાં ગ્રહસ્થ, શ્રાવક અને મુનિ એ ત્રણે સ્થિતિમાં સવિકલ્પ અને નિર્વિકલ્પ બન્ને પ્રકારના પરિણામોને માન્ય રાખવામાં આવ્યા છે. આ અપેક્ષાએ તેને દોષ ગણવામાં નથી આવતો. મુનિને ૨૮ મૂળગુણનું પાલન હોય છે તે દોષ ન હોવાથી તેને તેનું પ્રાયશ્ચિત : પણ નથી ક૨વાનું. મુનિરાજ જો તે મૂળગુણના પાલનમાં પણ અપ્રયત ચર્ચા કરે અર્થાત્ અસાવધાની રાખે તો તે દોષ છે. તેને હિંસા ગણવામાં આવી છે અને તેનું ફળ બંધ છે.
૩૮
ગા. ૨૧૬માં અપ્રયત ચર્યાની વાત હતી તેની સાથે પોતાના શરીરના આસન-સ્થાન-શયન-ગમન વગેરે વાત લીધી હતી. આ ગાથામાં એ જ અપ્રયત ચર્યા સાથે અન્ય જીવોના જીવન મરણની વાત લીધી છે. આ રીતે બન્ને ગાથાઓમાં અપ્રયત ચર્યાની મુખ્યતા લેવામાં આવી છે. તેની સાથો સાથ અન્ય
:
જીવના જીવન-મરણને તથા જીવના ભાવને
નિયમરૂપ સંબંધ ન હોવાથી અન્ય જીવનું મરણ થાય તો પણ પ્રયત ચર્યાવાળા મુનિને બંધ નથી એમ સિદ્ધ કર્યું છે.
ચરણાનુયોગસૂચક ચૂલિકા