________________
·
છે તેનો વિચાર કરીએ તેના કરતા તમે કોઈ એકની : કર્યું. આ રીતે આ ચા૨ નયો વડે ત્રિકાળ સ્વભાવનો મુખ્યતાથી વિચારો ત્યારે તે અનુસા૨ જ બધું મહિમા કર્યો. તે સ્વભાવ નિરપેક્ષપણે શુદ્ધ છે અને થતું દેખાય છે એવું લાગે છે તેના કા૨ણે જ ત્રૈકાલિક સામર્થ્યને લઈને રહેલો છે તેથી તેની આપણે જ્ઞાનમાં અથડામણ કરીએ છીએ અને પર્યાયમાં તે રૂપે પ્રગટપણું જોવા મળે છે. વાસ્તવિકતાનો સ્પષ્ટ ખ્યાલ નથી કરી શકતા એવું સમજી શકાય તેમ છે. એકવા૨ પાંચ સમવાય સાથે જ હોય છે એ રીતે લક્ષ કરીએ તો પછી સમજવું સુગમ થાય છે. આ બધા સમવાય અગત્યના એટલા માટે છે કે કોઈ એકાંત દૃષ્ટિ ક૨ના૨ને વસ્તુ સ્વરૂપ એમ જ છે એવું લાગ્યા વિના રહે નહીં. તેને અન્યનો નિષેધ જ જ્ઞાનમાં આવે એટલે સુધી એ વાસ્તવિક લાગે. ભૂલ થવાનું કારણ એ છે કે તે જે દૃષ્ટિને મુખ્ય કરે છે તે પણ સત્યનો અંશ છે એટલે તેને તેનો આગ્રહ છૂટતો નથી.
હવે આચાર્યદેવ કાળલબ્ધિને મુખ્ય કરીને રજૂઆત કરે છે. લક્ષમાં રહે કે આપણે કાળલબ્ધિ અને ભવિતવ્યતાને અલગ પાડીને વિચાર નથી કરતા. સત્ હંમેશા ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપ જ છે. દ્રવ્ય અને તેની પર્યાય અવિનાભાવરૂપે ગૂંથાયેલા છે. દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ અનાદિ અન્ ઉત્પન્ન અવિનાશી છે. તે પ્રમાણે પર્યાયનો પ્રવાહ પણ અતૂટકરૂપે અનાદિથી અનંતકાળ સુધી ટકે છે. અલબત્ત પર્યાયનો કાળ એક સમયનો છે તેથી ઉત્પાદ-વ્યયરૂપે થઈને અનાદિથી અનંતકાળ પરિણમે છે. પર્યાયની પ્રગટતાનો વિચાર કરીએ ત્યારે ષટકારકો યાદ આવે ત્યાંકર્તા અંશ અને કર્મ અંશ બન્ને હોય છે. અહીં જે પર્યાય પ્રગટ થાય છે તેને મુખ્ય ક૨ીને વાત કરીએ છીએ તેથી કર્મઅંશની વાત લીધી. હવે તે કર્તા અંશ વિના હોય જ નહીં તેથી કાળનયની સાથે પુરુષાર્થ વગેરે ચાર : સમવાયોની વાત અવશ્ય આવે છે તેને અકાળનય લાગુ પાડવાનો રહે છે.
:
કાળલબ્ધિ અને ભવિતવ્યતાને સાથે એકરૂપ લઈએ તો આપણી પાસે વિચા૨ ક૨વા માટે ચા૨ રહે છે. ત્રિકાળ સ્વભાવ, કાળલબ્ધિ, પુરુષાર્થ અને કર્મનો ક્ષયોપશમ. હવે આપણે એક પછી એક બધાનો વિચાર કરીએ. આપણે ત્રિકાળ સ્વભાવનો વિચાર કરી લીધો છે. નિયતિનય અને સ્વભાવનય બન્નેમાં આપણે સ્વભાવને મુખ્ય રાખીને પરિણામનો પણ વિચાર કર્યો છે. સ્વભાવ શુદ્ધ હોવાથી શુદ્ધ પર્યાયની પ્રગટતા થાય એ આપણે નિયતિનય વડે નક્કી કર્યું અને જો વૈભાવિક શક્તિને અનુસરે, સ્વભાવને ન અનુસરે, તો વિભાવ પર્યાયની પ્રગટતા થાય. એ વિભાવ પર્યાય અશુદ્ધ છે અને કયારેક જ થાય છે માટે તેને અનિયતિનય લાગુ પાડવામાં આવી.
·
દરેક પદાર્થ સ્વતંત્રપણે પરિણમે છે તેથી પરિણામ માટે અન્ય દ્રવ્યની અપેક્ષા લેવામાં આવતી નથી. એ અપેક્ષાએ પર્યાય ૫૨ નિરપેક્ષ છે માટે વ્યવસ્થિત છે. તે નિમિત્તની અપેક્ષા રાખતી નથી. અનાદિથી અનંતકાળ સુધીના બધા પરિણામો ધા૨ા પ્રવાહરૂપે વ્યવસ્થિત રીતે થતાં જોવા મળે છે. કર્તા : અને કર્મનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે કર્તા અંશ અનુસાર કાર્ય થાય છે. જે પરિણામ થાય છે તેમાં પરની અપેક્ષા થતી નથી પરંતુ પોતાના કર્તા અંશની સાપેક્ષતા અવશ્ય હોય છે. આ રીતે પરિણામને અનુરૂપ નિમિત્ત કેવા હોય છે તેનું જ્ઞાન : કાળનય અને અકાળનય બન્નેની વાત સાથે જ લેવી પ્રવચનસાર - પીયૂષ
૧૮૩
એ રીતે સ્વભાવનયમાં જીવ પોતાના પુરુષાર્થ ગુણને તેના શક્તિરૂપ સામર્થ્યને મુખ્ય કરીને ઉગ્ર પુરુષાર્થ ઉપાડે છે અને તે અનુસા૨ આત્મહિત કરી લે છે એ વાત લીધી. જ્યારે અસ્વભાવનય વડે તે