________________
અસ્વભાવનય દ્વારા સમજાવવામાં આવે છે.
પુરુષાર્થ ઉપાડીને કેવળજ્ઞાન પણ પ્રગટ કરી લે. ... ટકા અનુસાર કાર્ય થાય છે ત્યારે નિમિત્તના પણ દેહ જમીનથી અદ્ભુ૨ થઈ જાય. ચોથા કાળમાં આવું : નિમિત્ત અપેક્ષાએ સો ટકા ત્યાં અવશ્ય છે એ ઘણું જોવા મળે. આ રીતે કઠો૨ પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. જ્ઞાનીને પુરુષાર્થની જ મુખ્યતા છે. આ મુખ્ય રાખીને આપણે સંસ્કારની વાત પણ જેમ છે તેમ માન્ય રાખવાની છે. દેશનાલબ્ધિની અગત્યતા તો આપણે વિચારી જ છે. ગુરુ-શિષ્ય વચ્ચેના સંબંધો અનાદિકાળથી ચાલ્યા આવે છે. પોતે જે માર્ગે આવીને સુખી થયા છે એ મોક્ષમાર્ગમાં બધા જીવો આવે એવી વીતરાગી કરુણા જ્ઞાનીઓને હોય છે. પર્યાયની શુદ્ધતાની સાથે આ પ્રકારના શુભભાવો પણ સવિકલ્પ દશામાં જોવા મળે છે અને એ અનુસાર ઉપદેશ, શાસ્ત્રની રચના, સાધર્મી સાથે તત્ત્વચર્ચા વગેરે સહજપણે હોય છે. આ પ્રકારનો ઉપાદાન અને નિમિત્તનો સુમેળ આ બે નય દ્વારા આચાર્યદેવ આપણને સમજાવવા માગે છે.
નિયતિનય અને સ્વભાવનય બન્નેના ભાવ સાપેક્ષતાથી વિચારીએ ત્યારે બન્ને વચ્ચેનો તફાવત એક સરખા છે એવું માગે પરંતુ અન્ય નયની
:
જીવ પોતે સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરીને સમકિત, મુનિપણું કે સિદ્ધદશા પ્રગટ કરે છે ત્યારે તે પોતાના ઉપાદાન અનુસાર કાર્ય કરે છે. તે પોતાનું સ્વતંત્ર નિરપેક્ષ કાર્ય છે અને તે સ્વભાવનય છે. તે સમયે કૂદરત તેને અનુકૂળ છે. અર્થાત્ તેને ૫૨ સાપેક્ષતાથી વિચારીએ ત્યારે સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ વગેરેનો યોગ આ શુદ્ધ પર્યાયની પ્રગટતાને અનુરૂપ
એવા નિમિત્તો પણ ત્યાં હોય છે. ઉપાદાનના સો ૧૮૨
ખ્યાલમાં આવે. નિયતિનય અને અનિયતિનયમાં જીવમાં શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકા૨ના પરિણામોને પ્રગટ કરવાનું સામર્થ્ય છે એમ દર્શાવવું છે. જ્યારે સ્વભાવ અને અસ્વભાવનયમાં જીવ પોતાના પુરુષાર્થ અનુસાર ઉપાદાનરૂપે શુદ્ધ પર્યાયની પ્રગટતા કરે છે ત્યારે ત્યાં સ્વભાવનય લાગુ પડે છે. તે જ સમયે ૫૨ની સાપેક્ષતા લેવામાં આવે ત્યારે નિમિત્તરૂપે સંસ્કાર પણ ત્યાં લાગુ પડે છે.
કાળનચ અને અકાળનય
દૃષ્ટાંતમાં લુહાર લોખંડના સળીયામાંથી તીર બનાવે છે તેને સંસ્કાર કહ્યા છે. તે ખરેખર તો
કોઈપણ કાર્ય થાય ત્યારે ત્યાં પાંચ સમવાય અવશ્ય હોય છે. સ્વભાવ, પુરુષાર્થ, કર્મનો
સળીયા ઉપરની વિધિ છે. સિદ્ધાંતમાં એવી કોઈ : ક્ષોપશમ, કાળલબ્ધિ, અને ભવિતવ્યતા. અહીં
જરૂરિયાત નથી. દૃષ્ટાંતમાં બાવળની શૂળ અને તીરની વાત લીધી છે તે તદ્દન ભિન્ન પ્રકારના દૃષ્ટાંતો છે. બાવળની શૂળ સહજરૂપે જ તીક્ષ્ણ હોય છે. જ્યારે તીર તો અવશ્ય બનાવવું પડે છે. પરંતુ સિદ્ધાંતમાં બન્ને નયો સાથે જ લાગુ પાડવાથી અનેકાંત સારી રીતે સમજી શકાય છે.
સ્વભાવ શબ્દથી આત્માનો ત્રિકાળ સ્વભાવ લક્ષમાં આવે છે. પર્યાયની વાત કરીએ ત્યારે ત્યાં કાળલબ્ધિ અને ભવિતવ્યતા લેવામાં આવે છે. આપણે પદાર્થને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એમ ચાર અપેક્ષાએ જોઈએ ત્યારે કાળ અને ભાવ શબ્દનો જે ભાવ છે તે જ કાળલબ્ધિ અને ભવિતવ્યતાને લાગુ પડે છે. જે સમયે પરિણામ થયા તે કાળ લબ્ધિ અને જે ભાવ પ્રગટ થયો તે ભવિતવ્યતા. અહીં જીવ ચા૨ સમયમાં ક્રોધ-માન-માયા અને લોભના ભાવો કરે છે ત્યારે ત્યાં ૧-૨-૩-૪ એવા સમયોની વાત કાળમાં લેવામાં આવે અને ક્રોધાદિને ભાવમાં લેવામાં આવે છે. ત્રિકાળ સ્વભાવ તો સદા એકરૂપ છે. તેનું હોવું અનિવાર્ય છે એ સત્ તો સહજરૂપે ખ્યાલમાં આવે છે. હવે જ્યાં નયવિભાગની અથડામણોની શક્યતા ચરણાનુયોગસૂચક ચૂલિકા