________________
જરૂરી છે. આચાર્યદેવે ઉનાળામાં સ્વયં પક્વ થતી કેરીનું દૃષ્ટાંત લીધું છે. ગરમીની ઋતુના કારણે કેરી પાકે છે.
અકાળનયમાં કૃત્રિમ ગરમીથી કે૨ીને વહેલી પકવવામાં આવે છે તેમ લીધું છે. હવે વિચારો કે શું ખરેખર કેરી મોડી પાકવાની હતી અને વહેલી પાકી છે કે તે કેરી એ રીતે વહેલી જ પાકવાની હતી? અકસ્માત મરણને આપણે અકાળે મૃત્યુ કહીએ છીએ ત્યાં શું ખરેખર લાંબુ આયુષ્ય હતું અને અકસ્માતના કારણે વહેલું મૃત્યુ થયું છે ? આવા અનેક દૃષ્ટાંતો આપણે લઈ શકીએ. ત્યાં સાચો જવાબ એ છે કે વિશ્વમાં કોઈ અકસ્માત છે જ નહીં જે થવાનું હોય તે અવશ્ય થાય જ છે અને જે નથી થવાનું એ કયારેય કોઈ પ્રકારે બનતું જ નથી. એટલે અકાળનય શબ્દથી એમ ન માનવું કે ન થવાનું થાય છે. અથવા પરિણામ વહેલા મોડા થઈ શકે છે એમ નથી.
:
સર્વજ્ઞના જ્ઞાનમાં દરેક પદાર્થ તેના ત્રણ કાળના સળંગ ઈતિહાસરૂપે જણાય છે. જે જીવને સંસારની રુચિ છે તે આત્મકલ્યાણની વાતો કદાચ કરે તો પણ તે માટે યોગ્ય પુરુષાર્થ કરતો નથી. સ્વાશ્રયનો માર્ગ અજાણ્યો છે. ખરેખર તો અજ્ઞાની
જીવ પોતે પોતાને જરૂરી પુરુષાર્થ કરતો નથી અને ‘સર્વજ્ઞના જ્ઞાનમાં જણાયું હશે તે પ્રમાણે થશે’’ વગેરે પ્રકારના કથન કરીને પ્રમાદ સેવે છે. તેથી વાસ્તવિકતા શું છે તે સમજવું અત્યંત જરૂરી છે. પુરુષકારનય અને દેવનથ
: આપણા પરિણામો ફેરવી શકીએ છીએ એમ માનીએ છીએ પરંતુ પરિણામને ફે૨વવા એવું પુરુષાર્થ કોઈ કાર્ય જ નથી. દરેક પદાર્થ ત્રણ કાળના પરિણામને પહોંચી વળવાનું સામર્થ્ય રાખે છે અને તે પ્રમાણે તે કર્તા થઈને સમય સમયની પર્યાયોને કરે છે. આ કર્તા અંશ જ પુરુષાર્થ છે. આ સિદ્ધાંત બધા દ્રવ્યોને લાગુ પડે છે. પરંતુ અહીં આપણે જીવના પુરુષાર્થની વાત કરીએ છીએ. જીવની બધી પર્યાયો એ રીતે જ થાય છે પરંતુ આપણે અહીં જીવની શુદ્ધ પર્યાયની પ્રગટતા તેને જ પુરુષાર્થ શબ્દથી ઓળખશું. લૌકિકમાં જે પુરુષાર્થ ક૨વાની વાત છે તે ધર્મ, અર્થ અને કામ માટેનો છે જ્યારે અહીં તો મોક્ષની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થની વાત છે.
અહીંઆચાર્યદેવ પુરુષાર્થની મુખ્યતા રાખીને કથન કરે છે. પુરુષાર્થ ગુણની વ્યાખ્યા આ પ્રમાણે છે ‘“સ્વરૂપની રચનાના સામર્થ્ય સ્વરૂપ વીર્ય શક્તિ’’
એટલે કે પોતાના ત્રિકાળ સ્વભાવથી સમયે સમયે નવી ૨ચના ક૨વામાં આવે છે. પુરુષાર્થથી આપણે
૧૮૪
:
દરેક પદાર્થ પોતાના ષટકારક અનુસાર પરિણમે છે. તે વાત આપણે કાળનયના અભ્યાસ સમયે લક્ષમાં લીધી છે. તેથી પર્યાયનો કર્તા અંશ અર્થાત્ દ્રવ્ય પોતે કર્તા થઈને જે કરે તે અનુસાર જે થાય છે તે કર્મ અંશ છે. હવે ષટકારકમાં કર્તાઅપાદાન-કર્મ અને સંપ્રદાન એવા ચાર કારકોની વાત આવે છે. તેમનું સ્વરૂપ અને તે વચ્ચેના સંબંધો બધું શાંતિથી સમજવું જરૂરી છે. દરેક પદાર્થ પોતાના સામર્થ્યને ટકાવીને દરેક સમયે નવી પર્યાયને કરે છે. તે પર્યાયની રચના પોતાના માટે જ છે અન્ય માટે નહીં. અર્થાત્ જીવ દરેક સમયે પોતાના પરિણામોને કરે છે અને તેને ભોગવે છે. અન્ય પદાર્થો સાથેના સંબંધ મારફત જે ભિન્ન કારકો લીધા છે તે તો સમજાવવા માટે છે. આ ભૂમિકા લક્ષમાં રાખીને આપણે આ ચાર કારકોને વિગતવા૨ સમજીએ.
:
ધ્રુવ અપાદાન → એ ત્રિકાળ સ્વભાવ છે, ત્રિકાળ ઉપાદાન છે.
કર્તા કારક → એ ક્ષણિક ઉપાદાન છે તેને ચરણાનુયોગસૂચક ચૂલિકા