________________
:
દર્શાવે છે.
આચાર્યદેવે ઈધન સમૂહને બાળનાર : વિરુદ્ધ પરિણામરૂપે પરિણમવાની જીવની યોગ્યતા અગ્નિનો દૃષ્ટાંત અદ્વૈતનય સમજાવવા માટે લીધો છે. ગા.૪૮માં પણ એ વાત લીધી છે ત્યાં જે સર્વને જાણે છે તે એકને જાણે છે એ વાત સિદ્ધ ક૨વી છે. કેવળજ્ઞાનની પર્યાયનું સામર્થ્ય દર્શાવવા એ દષ્ટાંત લીધો છે. સમસ્ત બળવા લાયક પદાર્થોને એકી સાથે બાળી નાખે એવડી એક અગ્નિની પર્યાય દર્શાવી છે. તે વાત અહીં લેવામાં આવી છે. અગ્નિને હંમેશા બળવા લાયક પદાર્થના સંગમાં જ જોઈ શકાય છે. તે અગ્નિ જે પદાર્થને બાળે છે તેના આકારે તે અગ્નિની પર્યાય થાય છે. અનેક પદાર્થોને બાળતા તે અગ્નિ અનેકાકારરૂપ થાય છે. તે અગ્નિની પર્યાય એકરૂપ પણ કહેવાય છે અને અનેકરૂપ પણ કહેવાય છે. તે રીતે અહીં સિદ્ધાંતમાં સમસ્ત જ્ઞેયોને જાણનારી એક કેવળજ્ઞાનની પર્યાય એક છે. તે જ પર્યાય અનેક શેયોને એકી સાથે જાણતા અનેક શેયાકારરૂપ પણ કહેવામાં આવે છે. આ રીતે એક જ જ્ઞેયાકા૨ જ્ઞાનને એકરૂપ અદ્વૈતરૂપ લક્ષમાં લઈ શકાય છે. તેને જ જ્ઞાન અને જ્ઞેય એવા બે ભાવરૂપે જોઈ શકાય છે. શેયો અનેક હોય તો સ્વ અને ૫૨ એવા અનેકરૂપે પણ જોઈ શકાય છે. આ રીતે જ્ઞેયાકાર જ્ઞાનમાં દ્વૈત અને અદ્ભુત બન્ને લાગુ પડે છે. આચાર્યદેવે દ્વૈતનયમાં
:
:
જીવની અશુદ્ધતાને સમજવા માટે ષટદર્શને પ્રયત્નો કર્યા છે. માત્ર જિનાગમ જ તેનો બુદ્ધિગમ્ય અને ન્યાયયુક્ત ખુલાસો કરી શકે છે. જીવમાં એક વૈભાવિક શક્તિ છે અર્થાત્ અશુદ્ધતારૂપે
:
અરીસામાં અનેક પદાર્થો પ્રતિબિંબિત થાય છે એ દૃષ્ટાંત લીધો છે. અગ્નિ અને ઈધનસમૂહની જેમ અરીસાના દૃષ્ટાંતમાં પણ દ્વૈત અને અદ્ભુત બન્ને લાગુ પડે છે.
પરિણમવાની એક ક્ષણિક યોગ્યતા છે. અશુદ્ધતારૂપનું પરિણમન એ જીવનું નૈમિત્તિક પરિણમન છે. તેમાં દ્રવ્યકર્મના ઉદયરૂપ અશુદ્ધ પર્યાયનું નિમિત્તપણું નિયમરૂપ હોય છે. જીવ સ્વભાવે શુદ્ધ છે તેથી શુદ્ધ પર્યાયની પ્રગટતા સહજપણે થાય એવી જીવની અંતરંગ વ્યવસ્થા છે. જીવમાં એક એવી સ્વતંત્રતા છે કે તે શુદ્ધતારૂપે પરિણમવું કે અનાદિથી ચાલતી અશુદ્ધ પર્યાયરૂપે પરિણમન ચાલુ રાખવું તે પોતે નક્કી કરી શકે છે. એક વાત સ્પષ્ટ છે કે જો તે અશુદ્ધ પરિણમન છોડીને શુદ્ધ પર્યાયરૂપે, સ્વભાવરૂપે પરિણમવાનું નક્કી કરે તો પછી અલ્પ કાળમાં અશુદ્ધ પરિણમનને સર્વથા
:
ચરણાનુયોગસૂચક ચૂલિકા
નિયતિનય - અનિયતિનય
B
:
અહીં આચાર્યદેવ જીવના સ્વાભાવિક પરિણામ અને નૈમિત્તિક પરિણામને કેન્દ્રમાં રાખીને એવા પરિણામરૂપે પરિણમવાની જીવમાં યોગ્યતાઓ છે એમ દર્શાવવા માગે છે. નિયતિનય સ્વભાવ અને સ્વાભાવિક પરિણામ દર્શાવે છે. જ્યારે અનિયતિનય વડે જીવની સ્વભાવથી ભિન્ન પરમાર્થે
૧૭૮
જીવના બે પ્રકારના પરિણામોની વાત શાસ્ત્રોમાં આવે છે. સમયસાર બીજી ગાથામાં સ્વસમય અને પરસમય પ્રવૃત્તિ દર્શાવે છે. એ જ વાત પ્રવચનસાર શાસ્ત્રમાં ગા.૯૪માં લીધી છે. જીવ સ્વભાવે શુદ્ધ હોવા છતાં તે શુદ્ધ અને અશુદ્ધ એવા બે પ્રકારના પરિણામોને કરી શકે છે. ધર્માદિ ચા૨ અરૂપી દ્રવ્યોમાં દ્રવ્ય અને ગુણો શુદ્ધ છે અને પર્યાયો પણ શુદ્ધ જ હોય છે. જીવની પર્યાયમાં અનાદિ કાળથી ધારાપ્રવાહરૂપ અશુદ્ધ પરિણામો થાય છે. સ્વભાવ શુદ્ધ હોવા છતાં પર્યાય અશુદ્ધ શા માટે થાય એ એક પ્રશ્ન એવો છે કે જેનો કાંઈ જવાબ મળે તેમ નથી. બધા જીવો અનાદિ કાળથી અશુદ્ધતારૂપે પરિણમી રહ્યા છે એવી એક અણ્ણકૃત વ્યવસ્થા છે જેના કા૨ણે જીવમાં સંસાર અને સિદ્ધ, બંધ અને મોક્ષ એવી વ્યવસ્થા જોવા મળે છે.