________________
પરિણમતા દ્રવ્ય તરીકે તેને નિત્ય દર્શાવવો છે. અર્થાત્ દ્રવ્યપર્યાયરૂપ જે પ્રમાણનું દ્રવ્ય છે તેમાં દ્રવ્યનું નિત્યપણું અને પર્યાયનું અનિત્યપણું લક્ષમાં લેવું છે. અખંડ પદાર્થને નિત્ય અને અનિત્ય એવી બે અપેક્ષાઓથી બે નયોથી લક્ષમાં લેવાની વાત
:
છે.
સર્વગતનય-અસર્વગતનય
જ્ઞાનની પર્યાયના ક્ષેત્રના અનુસંધાનમાં આ નયનું સ્વરૂપ લેવામાં આવ્યું છે. આત્મા પોતાના અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્રમાં રહેલો છે. જ્ઞાન ગુણ અને જ્ઞાનની પર્યાયનું પણ એ જ ક્ષેત્ર છે. આ રીતે જીવ પોતાના અસંખ્ય પ્રદેશમાં રહીને જાણવાનું કામ કરે છે. હવે જ્ઞાનની પર્યાયનો વિષય શું છે ? સર્વજ્ઞ આખા વિશ્વને જાણે છે માટે જ્ઞાનની પર્યાયનો વિષય આખું વિશ્વ છે. અહીં ક્ષેત્ર અપેક્ષાએ વિચાર કરીએ તો વિશ્વનું ક્ષેત્ર અમર્યાદ છે.
જ્ઞાન કઈ રીતે કાર્ય કરે છે તેની સ્પષ્ટતા કરવામાં આવે ત્યારે “જ્ઞેયે પ્રવિષ્ટ ન અણુપ્રવિષ્ટ ન – જાણતો જગ સર્વને’’ એમ કહેવામાં આવે છે. એનો ભાવ એવો છે કે જ્ઞાન જ્ઞેયથી ભિન્ન રહીને ૫૨જ્ઞેયને જાણે છે એટલે કે જ્ઞાન ૫૨જ્ઞેયમાં પ્રવેશતું નથી. જ્ઞેય જ્ઞાયક સંબંધ ત૨ફથી જોઈએ ત્યારે જાણે કે જ્ઞાન શેયમાં આવી ગયું હોય, શેયના ક્ષેત્રમાં પહોંચીને શેયને જાણતું હોય એવું કાર્ય થાય છે. ખરેખર જ્ઞાન જ્ઞેયમાં જતું નથી પરંતુ જાણે કે જ્ઞાન શેયના આંગણામાં પેસી ગયું હોય એવું લાગે છે. લૌકિકમાં આપણે કહીએ છીએ કે મારી નજર બધે ફરી વળે છે.
: આવે છે. આ વાત ગા.૨૩ અને ૨૬માં વિસ્તારથી આવી ગઈ છે. જ્ઞાનનું પોતાનું અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્ર છે તે તેનું નિશ્ચય ક્ષેત્ર છે. એની મુખ્યતાથી જ્ઞાનની પર્યાયનો વિચાર કરીએ ત્યારે ત્યાં અસર્વગતનય લાગુ પડે છે. જ્ઞાનની પર્યાયને સર્વગતરૂપ લક્ષમાં લઈએ ત્યારે ત્યાં સર્વગતનય લાગુ પડે છે. આ રીતે એક જ જ્ઞાનની પર્યાય કેવળજ્ઞાનની પર્યાયને સર્વગત અને અસર્વગત એમ બે નયો વડે જાણી શકાય છે.
આચાર્યદેવે આ માટે ખુલ્લી રાખેલી આંખ દ્વારા સર્વગતનય અને મીંચેલી આંખમાં અસર્વગત નય સમજવાનો પ્રયત્ન કર્યો છે. ખુલ્લી રાખેલી આંખ બધું જોઈ શકે છે. આંખ બધે ફરી વળે છે જ્યારે મીંચેલી આંખ સામે જોતા ત્યાં માત્ર આંખ જ જણાય છે. આ રીતે સમજવું સહેલું પડે છે, પરંતુ ત્યાં સિદ્ધાંત સાચા અર્થમાં ન સમજાય. માટે તે પ્રયત્ન આપણને ક૨વાનો રહે. ખરેખર તો ખુલ્લી રાખેલી આંખમાં જ સર્વગત અને અસર્વગત બન્ને અપેક્ષાએ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટાંચણીને જોતા સમયે આંખ નાની થતી નથી અને દરિયાને જોતા સમયે આંખ મોટી થતી નથી. આંખ તો એવડી જ રહે છે. આ રીતે જ્ઞાનનું અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્ર એકરૂપ જ રહે છે. તેનું વ્યવહારક્ષેત્ર નાનું મોટું થાય છે.
:
:
:
પરમાત્માના જ્ઞાનનો વિષય આખું વિશ્વ છે એટલે ૫૨માત્માના જ્ઞાનને સર્વગત કહેવામાં આવે છે. પરમાત્માનું જ્ઞાન વિશ્વવ્યાપી ક્ષેત્રમાં વ્યાપી ગયું છે એમ માનીને ૫૨માત્માને પણ સર્વગત કહેવામાં : પ્રવચનસાર - પીયૂષ
:
અહીં સમુદ્દાત સમયે જીવના પ્રદેશો લોક વ્યાપી થાય છે એને સર્વગત કહેવું નથી કારણકે એ અવસ્થા લાંબો સમય ટકતી નથી અને તે સમયે અસર્વગતનય લાગુ પાડી શકાતી નથી. વળી કેવળ સમુદ્દાત સમયે આત્માના પ્રદેશો લોક વ્યાપી થાય છે. તે અલોકમાં જતા નથી કારણકે જીવ લોકનું દ્રવ્ય હોવાથી તેનું સ્થાન લોકમાં જ રહે છે. જ્યારે જ્ઞાનનું સર્વગતપણું વિશ્વવ્યાપી છે. અર્થાત્ ત્યાં લોક અને અલોક બધું આવી જાય છે. આ રીતે કેવળ
૧૭૫