________________
બે ભેદો અને વચન અગોચર એવા ત્રીજો ભેદ : પર્યાયનો વિચાર કર્યા બાદ હવે બાકી શું રહ્યું.
એમ સર્વ પ્રથમ ત્રણ પ્રકારના ધર્મોને બોબ૨ લક્ષમાં
લઈને ત્યા૨ બાદ બબ્બેના જોડકા વિચારવાથી અન્ય ત્રણ ભેદ થાય અર્થાત્ કુલ છ ભેદ થાય. ત્યારબાદ અસ્તિ-નાસ્તિ-અવ્યક્ત એમ ત્રણેયને સાથે વિચારીએ ત્યારે તે સાતમો ભેદ થાય છે. એમ જ્યારે મૂળમાં ત્રણ ભેદ હોય તો તેમાંથી સપ્તભંગી બની શકે છે. ત્રણથી ઓછા મૂળ સભ્યો હોય તો સપ્તભંગી શક્ય નથી.
આ સાત નયોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એવા ચાર ભેદથી એક પદાર્થનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે સામાન્ય રીતે દ્રવ્ય-ગુણ-પર્યાય એ પ્રકારના ભેદથી સમજવાને ટેવાયેલા છીએ તેથી :
દ્રવ્ય ક્ષેત્ર-કાળ ભાવ એવા ચાર ભેદ કઈ રીતે લેવામાં આવે છે તેનો સ્પષ્ટ ખ્યાલ કરવો જોઈએ. બન્નેમાં દ્રવ્ય શબ્દ તો દ્રવ્ય સામાન્ય સ્વભાવને દર્શાવવા માટે વાપરવામાં આવે છે તેટલી સમાનતા બન્નેમાં
:
છે. કાળ અને ભાવ શબ્દો પર્યાયવાચક છે. અર્થાત્ : એ બે શબ્દોથી પર્યાયના સ્વરૂપનો ખ્યાલ આવે છે. : સમયની મુખ્યતાથી કાળ અને તેના સ્વરૂપની : મુખ્યતાથી ભાવ ઓળખાય છે. અર્થાત્ જે સમયે પરિણામ થાય તે કાળ છે જેમ કે ૧-૨-૩-૪ એમ ચાર અલગ એક પછી એક સમયનો વિચાર કરીએ અને તે સમયોમાં અનુક્રમે ક્રોધ-માન-કાયા અને લોભ થાય છે. ત્યાં ક્રોધ વગેરે પરિણામો ‘ભાવ’’ કહેવાય છે અને તે જે સમયે થયા તે ‘કાળ’’ કહેવાય છે. કાળ શબ્દના સ્થાને કાળલબ્ધિ પણ વપરાય છે અને ભાવ માટે ભવિતવ્યતા પણ કહેવાય છે. આ રીતે કાળ અને ભાવ શબ્દોથી અનાદિથી અનંતકાળ સુધી એક પછી એક થતા પરિણામો, બદલતા ભાવો એ બધું આ પ્રકારે સમજી શકાય છે. પદાર્થમાં સ્વભાવના એકરૂપપણાને ટકાવીને અનાદિથી અનંતકાળ સુધી નિરંતર બદલતા સ્વરૂપને પહોંચી વળવાનું સામર્થ્ય રહેલું છે. આ રીતે દ્રવ્ય અને પ્રવચનસાર - પીયૂષ
:
:
અહીં અનંત ગુણોની વાત ન કરતાં માત્ર ક્ષેત્રની વાત લીધી છે. તેથી એવો ખ્યાલ આવે છે કે જ્યારે બે પદાર્થોના જુદાપણાની વાત લેવી હોય ત્યારે ત્યાં પદાર્થમાં રહેલા અનંત ગુણોને યાદ ક૨વાની જરૂર નથી. પૃથકત્વ ભિન્ન પ્રદેશતા અર્થાત્ જ્યાં જુદા ક્ષેત્રની વાત આવે ત્યાં તે બે પદાર્થો જાદા છે એ વાત લક્ષગત થાય છે. આ રીતે ક્ષેત્રનો ઉપયોગ બે પદાર્થના ભિન્નપણાને દર્શાવવા માટે કરવામાં આવે છે.
આ રીતે વિચારતા જ્યારે એક પદાર્થનું સ્વરૂપ દર્શાવ્યું હોય ત્યારે પદાર્થને દ્રવ્ય-ગુણ પર્યાયરૂપે
લક્ષમાં લેવાય અને જ્યારે બે પદાર્થોની અલગતાની વાત કરવી હોય ત્યારે તેને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ઓળખવવામાં આવે. આ વાતને સમર્થન પણ મળે છે. આ સાત નયોમાં અસ્તિત્વનય વડે હું મારાપણે છું અને નાસ્તિનયમાં ૫૨૫ણે નથી એમ લેવામાં આવ્યું છે અર્થાત્ અસ્તિ-નાસ્તિ અનેકાંત દર્શાવવામાં આવ્યું છે. સમયસાર સ્યાદ્વાદ અધિકારમાં પણ અમૃતચંદ્રાચાર્યદેવે સત્-અસત્તા ચાર બોલ લીધા છે. તેમાં પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ એવા ચા૨ ભેદ છે. ત્યાં સત્-અસત્ અને તત્
અતત્ એના દસ બોલ બે પદાર્થના ભિન્નપણાને દર્શાવવા માટે છે. સત્-અસત્ એ અસ્તિત્વની વાત
:
છે અને તત્-અતત્ એ સ્વભાવની વાત છે. ત્યાં બે પદાર્થના અસ્તિત્વ જાદા છે. બે પદાર્થોના ક્ષેત્ર ભિન્ન છે. બે દ્રવ્યોના સ્વકાળ ભિન્ન છે અને તેમના સમયવર્તી પરિણામો પણ ભિન્ન છે. આ રીતે અસ્તિત્વના જુદાપણામાં સ્વભાવના અને પરિણામના (ભાવ) ભિન્નપણાની વાત પણ આવી જાય છે. આપણે બે પદાર્થો જાદા છે એમ લક્ષમાં લઈએ ત્યારે આપણને બેના સ્વભાવ જુદા છે એટલું જ ખ્યાલમાં આવે છે. ત્યાં બેના અસ્તિત્વ પણ જાદા
:
૧૬૩