________________
અને સિદ્ધ દશા બન્નેમાં પર્યાયની શુદ્ધતા છે. સાધકને : આવા પરિણામો બંધનું કારણ થાય છે. તે હેય તત્ત્વ
અપૂર્ણ શુદ્ધ પર્યાય છે જ્યારે પ૨માત્માને પરિપૂર્ણ શુદ્ધ પર્યાય છે. ત્યાં જાત્યાંત૨૫ણું નથી. આ રીતે
સાધક અને સિદ્ધ દશા એક સરખી લક્ષગત થાય છે.
છે. છતાં તેને અંગીકાર કરે છે કારણકે તે ભૂમિકાને યોગ્ય છે. વળી સાધકની એક જ પર્યાય છે તે મિશ્ર પર્યાય છે. શુદ્ધ પર્યાય અલગ અને અશુદ્ધ પર્યાય અલગ એમ નથી. કાં તો શુદ્ધ પર્યાય પ્રગટ કરે અથવા અશુદ્ધ પર્યાય પ્રગટ કરે એવો કોઈ વિકલ્પ જ નથી. તેથી સાધક પર્યાય-મોક્ષમાર્ગની પર્યાય જ પ્રગટ થાય છે. તે પર્યાયમાં જેટલી શુદ્ધતા છે તે સાધકને લાભનું કારણ છે અને જેટલી અશુદ્ધતા છે તે બંધનું કા૨ણ થાય છે. સાધકને ખ્યાલ છે કે અશુદ્ધ પર્યાયનું ફળ મુક્તિ નથી. છતાં અહીં કથન એ પ્રકારે આવ્યું કે ‘‘તારા પ્રસાદથી’’ ત્યાં ભૂમિકાને યોગ્ય પરિણામથી એવો ભાવ લક્ષમાં લેવો રહ્યો.
સાધક દશામાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સાધક વગેરે ભેદો લેવામાં આવે છે પરંતુ ત્યાં સાધકપણું સમાન છે. આ રીતે સમાનપણું ખ્યાલમાં લીધા બાદ ગૃહસ્થ અને મુનિપણા વચ્ચેનો તફાવત પણ ખ્યાલમાં લઈએ ત્યારે આપણને એવું લક્ષમાં આવે કે ગૃહસ્થને જ્ઞાન અને શ્રદ્ધાનમાં તો વિભાવ અને પરથી જુદાપણું છે પરંતુ તે પ્રમાણે આચરણ કર્યું નથી. હવે તે પ્રમાણે આચરણ કરવાનો વારો છે. ગૃહસ્થ દશામાં બાહ્ય આચરણમાં કોઈ તફાવત પડયો ન હતો. હવે બાહ્ય આચરણમાં મોટો તફાવત પડે છે. તે અપેક્ષાએ ગૃહસ્થદશા અને મુનિદશામાં પણ જુદાપણું છે. ગૃહસ્થ દશામાંથી મુનિદશામાં આવવા માટે અનંત પુરુષાર્થ જરૂરી છે. વળી તે પુરુષાર્થ સહજ છે. કોઈ હઠ પ્રયોગથી પુરુષાર્થ વધારી શકે નહીં. હઠ પ્રયોગથી દ્રવ્યલિંગ આવે પરંતુ ભાવલિંગ એ રીતે પ્રાપ્ત ન થાય.
:
:
જ્ઞાનના આચરણમાં ખરેખર ભેદજ્ઞાનની વાત લેવી જરૂરી છે. મુનિરાજને ભેદજ્ઞાનની ધારા ઉગ્રપણે ચાલે છે. તે એક અપેક્ષાએ જ્ઞાનનું કાર્ય છે. તે જ્ઞાન સ્વ-૫૨ને તથા સ્વભાવ-વિભાવને જાદા જાણે છે. જાદા જાણતા હોવાથી ૫૨ને ૫૨ જાણીને તેનો ત્યાગ કરે છે. ત્યાગની મુખ્યતાથી વિચારીએ ત્યારે ત્યાં ચારિત્રની પર્યાયનો ખ્યાલ
:
પંચાચારનું પાલન ક૨વા જનારા મુનિરાજને તે વ્યવહા૨ પંચાચારરૂપ શુભ ભાવ પ્રત્યેનો ભાવ કેવા પ્રકારનો છે તેનું વર્ણન ટીકામાંથી જોઈએ. જ્ઞાનાચારનું વર્ણન કરીને કહે છે કે “જ્ઞાનાચાર શુદ્ધાત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું શુદ્ધાત્મા છું, તો પણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધાત્મા ને ઉપલબ્ધ કરું'' પોતાનો જ્ઞાયક સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે. શુભભાવ એ અશુદ્ધ પર્યાય છે. તેથી બન્નેની જાત જ જાદી છે. માટે શુદ્ધાત્માનો તું નથી એવી પ્રરૂપણા ક૨વામાં આવી છે. અહીં જ્ઞાનાચારને પણ શુભભાવમાં જ ગણવામાં આવે છે. સાધકને બરોબર ખ્યાલ છે કે પ્રવચનસાર - પીયૂષ
આવી શકે છે. જે જ્ઞાન છે તેની સાથે પ્રત્યાખ્યાન સંકળાયેલું છે. આ રીતે જે જ્ઞાનનું આચરણ છે તે જ્ઞાન પૂરતું જ મર્યાદિત રહેતું નથી. મુનિરાજ સવિકલ્પ દશામાં પરને જાણે છે ત્યારે તે ભેદ જ્ઞાનનો પ્રયોગ કરે છે. જ્ઞાનમાં સ્વ-૫૨નો વિવેક જાગૃત છે. તેથી તે બન્નેને જુદા પાડે છે. સ્વના ગ્રહણની વાત આવે ત્યારે નિર્વિકલ્પ દશા છે એવો ખ્યાલ રહે છે પરંતુ સવિકલ્પ દશામાં પણ સ્વભાવનું ગ્રહણ તો છે જ. જ્ઞાની નિર્વિકલ્પ દશા : સમયે પોતાના આત્માને ઉપયોગાત્મકપણે લક્ષમાં લે છે. સવિકલ્પ દશામાં ઉપયોગ ૫૨ દ્રવ્યને જાણે છે. તે સમયે પણ તે પોતાને સ્વ-રૂપે જાણતો ૫૨ને ૫૨-રૂપે જાણે છે. માટે બન્ને અવસ્થાઓમાં : જ્ઞાનનો વિષય પોતાનો આત્મા તો છે જ.
:
·
૧૧