________________
પ્ર. જો પદાર્થના એકપણા જેવું વિશ્વનું એકપણું માનીએ તો શું દોષ આવે?
ઉ. વિશ્વના એકપણાને પદાર્થના એકપણા જેવું : ઉ. માનીએ તો અદ્વૈતબહ્મ જેવું માનવાનો પ્રસંગ આવે. અન્ય મતીમાં વિશ્વને અદ્ભુતબ્રહ્મરૂપ માનનારા જીવો પણ છે. જીવ અને તેના ગુણો કથંચિત્ ભિન્ન હોવા છતાં જીવ પોતે સંસાર ઈચ્છે તો તેના અનંતગુણો તે પ્રમાણે પરિણમે છે અને જો તે જ જીવ મુક્તિ ઈચ્છે તો તેના અનંતગુણો તે અનુસાર કાર્ય કરે છે. અજ્ઞાની જીવ ભોગવટા પ્રધાની છે તેથી તેના જ્ઞાન દર્શન-ચારિત્ર વગેરે ગુણો બાહ્ય વિષયોને ભોગવતા સુખ થાય છે તે પ્રમાણે કાર્ય કરતા જોવા મળે છે. તે જીવ જયા૨ે પોતાનું અજ્ઞાન દૂ૨ ક૨ીને કર્તા-ભોક્તા ભાવોને છોડીને મોક્ષ ઈચ્છે છે ત્યારે તેના જ્ઞાન દર્શન વગેરે ગુણો ભેદજ્ઞાન વડે સ્વરૂપમાં લીન રહીને બાહ્ય વિષયોનો ત્યાગ કરતાં જોવા મળે છે. પદાર્થના એકપણાની જેમ વિશ્વનું અદ્ભુતબ્રહ્મ સ્વીકારીએ તો જેમ ઈશ્વ૨ કર્તાવાદિ માને છે કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હલે નહીં અર્થાત્ પરમાત્માનો અંશ દરેક સચેત-અચેત્ પદાર્થોમાં રહેલો છે તે પરમાત્માની ઈચ્છા મુજબ કામ કરે છે એવું અદ્વેત સ્વરૂપ માનવાનો પ્રસંગ આવે પરંતુ એમ તો છે નહીં.
કોઈ સર્વથા અદ્વૈત બ્રહ્મવાદિ બ્રહ્મ સત્ અને જગત મિથ્યા માને છે અર્થાત્ વિશ્વના જે અનેક પદાર્થો જોવા મળે છે તેને ભ્રમણા માને છે. એવું પણ વિશ્વ નથી. તેથી પદાર્થના એકપણા જેવું વિશ્વનું એકપણું નથી.
પ્ર. જો પદાર્થના એકપણા જેવું વિશ્વનું એકપણું
નથી તો વિશ્વનું એકપણું શા માટે માનવું જોઈએ? વિશ્વમાં અનંત પદાર્થો રહેલા છે
૩૦
તેથી વિશ્વને પદાર્થોના સમૂહરૂપ માનીએ તો શો દોષ આવે?
જંગલ અથવા ટોળાની માફક વિશ્વને માત્ર સમૂહવાચક નામ દ્વારા જ ઓળખાવવામાં આવે છે એમ માનવું યોગ્ય નથી. સમૂહવાચક નામમાં માત્ર સમૂહપણું આવે છે. ત્યાં એકપણું નામ માત્ર રહી જાય છે અને તે જેનો સમૂહ છે તે વચ્ચેના સંબંધોની વાત પણ એમાં આવતી
નથી. ગુણોનો સમૂહ દ્રવ્ય તેમાં દ્રવ્ય માત્ર સમૂહવાચક નામ નથી. તેથી તેની સ્પષ્ટતા માટે ગુણોના સમૂહનું એકત્વ તે દ્રવ્ય છે એમ કહેવું યોગ્ય છે. એમ કહેવાથી દ્રવ્યની એક સત્તા ખ્યાલમાં આવે છે અને સાથો સાથ બધા ગુણો એક બીજા સાથે સંબંધમાં આવે છે એની પણ ચોખવટ થાય છે. આ સમજવા માટે દૃષ્ટાંતરૂપે મોટ૨ લઈ શકાય. મોટ૨ના સ્પે૨ પાર્ટસનો ઢગલો તે મોટ૨ નથી પરંતુ તે સ્પે૨ પાર્ટસનું એકત્વ તે મોટ૨ છે. વિશ્વનું એકપણું પદાર્થના એકપણા જેવું ન હોવા છતાં વિશ્વ એ માત્ર સમૂહવાચક નામ નથી. જો વિશ્વને માત્ર પદાર્થોના સમૂહરૂપ જ માનવામાં આવે તો વિશ્વની એક સત્તા ન રહે અને બધા પદાર્થો વચ્ચેના સંબંધો ન દર્શાવી શકાય.
પ્ર.: બધા પદાર્થો સ્વથી એકત્વ અને પરથી
વિભક્તરૂપ સદાય રહેલા છે. આ રીતે અસ્તિનાસ્તિ અનેકાંત સ્વરૂપ અમે સમજયા છીએ તો પછી પદાર્થ વચ્ચેના સંબંધની શી જરૂર છે?
ઉ. પદાર્થો વચ્ચે સંબંધ જરૂર છે. તે આપણા જ્ઞાનમાં જણાય છે. બે પદાર્થો વચ્ચે અનેક પ્રકારના નિમિત્ત નૈમિત્તિક સંબંધો આપણા ખ્યાલમાં આવે છે. એક સિદ્ધાંત આપણા ખ્યાલમાં છે કે ગુણો વચ્ચે સંબંધ છે. પરંતુ તે સંબંધના કારણો દ્રવ્યની સત્તા પાસે છે. અર્થાત્ જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન