________________
દ્રવ્યને આવરી લે છે. વિશ્વનું સત્ સર્વવ્યાપી છે તેથી તે સત્ પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી સીમાને અવગણે છે. સ્વરૂપ અસ્તિત્વ મર્યાદિત ક્ષેત્રવાળુ છે. જયારે વિશ્વની મહાસત્તાને કોઈ ક્ષેત્રનું બંધન નડતું નથી. વિશ્વનું અસ્તિત્વ વિશ્વવ્યાપી છે. દરેક સ્વરૂપ અસ્તિત્વ ભિન્નરૂપ અને વિશેષ લક્ષણભૂત છે. જયારે સાદશ્ય અસ્તિત્વ સર્વગત અને સામાન્ય લક્ષણભૂત છે. સ્વરૂપ અસ્તિત્વો અનંત છે. જયારે સાદૃશ્ય અસ્તિત્વ સંખ્યાએ એક જ છે. જેમ ગુણો અનંત છે
:
પદાર્થમાં જેમ ગુણો જુદા છે તેમ વિશ્વમાં પદાર્થો જુદા છે. પદાર્થનું જેમ એકપણું છે તેમ વિશ્વનું એકપણું છે. વાક્યની શરૂઆતમાં દ્રવ્યોનું, સ્વરૂપ અસ્તિત્વનું વર્ણન આ પ્રમાણે લીધું છે. (૧) વિવિધપણું દર્શાવતા (૨) અન્ય દ્રવ્યોથી ભિન્ન રહેતા (૩) પ્રત્યેક દ્રવ્યની સીમા બાંધતા (૪) વિશેષ લક્ષણભૂત. જેમ અનંત ગુણોને બધાને અલગ સ્વભાવો છે તેમ બધા દ્રવ્યો વિવિધતા
:
અને દ્રવ્ય એક છે તેમ પદાર્થો અનંત છે અને વિશ્વ એક છે.
:
લઈને રહેલા છે. જેમ એક ગુણ નિર્ગુણગુણરૂપે અન્ય ગુણથી જુદો છે તેમ એક પદાર્થ અન્ય પદાર્થથી ભિન્ન છે. જેમ દરેક ગુણની વિશિષ્ટતા છે તેમ દરેક પદાર્થની વિશિષ્ટતા છે. બધા ગુણો એક ક્ષેત્રાવગાહી છે જયારે બધા પદાર્થોના ક્ષેત્ર અલગ છે. તેથી અહીં ‘‘પ્રત્યેક દ્રવ્યની સીમા બાંધતા’’ એવો શબ્દ પ્રયોગ કર્યો છે. એક પદાર્થ અને તેના અનંત ગુણો કાયમી એક ક્ષેત્રાવગાહરૂપ છે. જયારે વિશ્વના દરેક પદાર્થને અલગ ક્ષેત્ર છે.
:
અને પદાર્થની સત્તાને સ્વરૂપ અસ્તિત્વ નામ લાગુ પડે છે. દરેક પદાર્થને તો સ્વરૂપ અસ્તિત્વ કહ્યું છે પરંતુ સાદૃશ્ય અસ્તિત્વ એ વિશ્વની મહાસત્તા છે. એવું સ્પષ્ટ શબ્દોમાં લખાણ નથી, તેથી આ વિધાન અંગે પ્રશ્નો અવશ્ય ઉત્પન્ન થાય.
:
વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું. સર્વ દ્રવ્યોમાં : પ્રવર્તીને વર્તતું અને પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી સીમાને અવગણતું ‘સત્’ એવું જે સર્વમત સામાન્ય લક્ષણભૂત સાદશ્ય અસ્તિત્વ તે ખરેખર એક જ જાણવું.
સાદશ્ય અસ્તિત્વનું વર્ણન આ પ્રમાણે છે. (૧) સર્વ દ્રવ્યોની વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું. (૨) સર્વ દ્રવ્યોમાં પ્રવર્તીને વર્તતું. (૩) સર્વ દ્રવ્યોની બંધાયેલી સીમાને અવગણતું. (૪) સર્વગત સામાન્ય લક્ષણભૂત. વિસ્તાર વિશેષો (ગુણો)ના વિશેષપણાને ગૌણ કરીએ તો ત્યાં દ્રવ્યરૂપ સામાન્યપણું ખ્યાલમાં આવે છે. તેથી દ્રવ્યરૂપ સામાન્યપણું તે ગુણોના વિશેષોને દૂર કરે છે. દ્રવ્યની એકત્વરૂપ સત્તા પાસે કોઈ ગુણની વિશેષતા દેખાતી નથી. તેમ વિશ્વની સત્તા છે તે દરેક દ્રવ્યની વિવિધતાને અસ્ત કરે છે. દ્રવ્યનું સત્ જેમ અનંત ગુણોમાં વ્યાપે છે તેમ વિશ્વની મહાસત્તા પ્રત્યેક પ્રવચનસાર - પીયૂષ
આ રીતે આચાર્યદેવે સાદ્દશ્ય અસ્તિત્વનું વર્ણન કરતાં તેની સ્વરૂપ અસ્તિત્વ સાથે સરખામણી
પણ કરી છે. વિશ્વની મહાસત્તાને સાદશ્ય અસ્તિત્વ
પ્ર. વિશ્વનું એકપણું - પદાર્થના એકપણા જેવું
છે ?
ઉ. ના, વિશ્વનું એકપણું પદાર્થના એકપણા જેવું નથી. પદાર્થમાં જે કાંઈ છે તે બધું એક ક્ષેત્રાવગાહરૂપ અને તાદાત્મ્ય સ્વરૂપ છે. જયારે વિશ્વના પદાર્થો એક ક્ષેત્રાવગાહરૂપ નથી. વિશ્વનું ક્ષેત્ર અમર્યાદ છે જયારે આકાશ સિવાયના અન્ય દ્રવ્યો મર્યાદિત ક્ષેત્રવાળા છે. પદાર્થમાં દ્રવ્ય-ગુણ અને પર્યાય વચ્ચે કથંચિત્ અતભાવ અને કથંચિત્ તાદાત્મ્યપણું છે. જયારે પદાર્થો વચ્ચે અસ્તિ-નાસ્તિ છે. પદાર્થો વચ્ચે તાદાત્મ્યપણું નથી. પદાર્થમાં જેમ અનંતગુણોનું એકત્વ તે દ્રવ્ય છે. તેમ અનંત પદાર્થોનું એકત્વ તે વિશ્વ નથી.
૨૯