________________
આવ્યો છે. અહીં આચાર્યદેવ આ ૨જાઆત કરીને અજ્ઞાનીનું અજ્ઞાન સિદ્ધ કરવા માગે છે. તેના ફળ સ્વરૂપે તે સંસારી છે. અહીં જે જીવ પોતાનું અજ્ઞાન છોડીને જ્ઞાની થાય છે તે વિચારે છે કે હું અનાદિ કાળથી આ રીતે અજ્ઞાની હતો.
અનાદિ કર્મ બંધની વાત લીધી, કર્મો દરેક સમયે ઉદયમાં આવે છે. શ૨ી૨ અને શરીરને પ્રાપ્ત ઈન્દ્રિયો છે. સંયોગરૂપે વિભાવને અનુરુપ સામગ્રી છે. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રનો યોગ છે. આવા અનેક પ્રકા૨ના સંયોગો વચ્ચે જીવ સંયોગી ભાવરૂપે થાય છે તે સમયે પણ જીવ સ્વતંત્ર હતો.
: સાંભળવાને આપણે ટેવાયેલા નથી. અજ્ઞાની જીવ
કર્તા છે અને જ્ઞાની અકર્તા છે. એ ભાવ આપણા ખ્યાલમાં છે. અહીં એ વાત નથી. અહીં તો કારકની અપેક્ષાથી કર્તાપણાનો વિચાર કરવાનો છે. તેથી વિરોધાભાસ નથી.
ટીકામાં ત્યારબાદ એ જ પ્રકારે જ્ઞાનીની
દશામાં પણ જીવ જ કર્તા, કરણ, કર્મ અને કર્મફળ
છે એ વાત લીધી છે. અજ્ઞાન દશામાં જીવ સ્વતંત્ર
અને એકલો છે તો પછી જ્ઞાની તો સ્વતંત્ર અને એકલો જ છે. એ વાત સહજરૂપે સમજી શકાય તેમ
:
...
દ્રવ્યાનુયોગના શાસ્ત્રોમાં નિષ્ક્રિય પરમાત્માના ગુણ ગાન ગાવામાં આવે છે. આ શબ્દ ગમે છે. કાંઈ કરવાનું નહીં. હું તો અપરિણામી છું. પર્યાય મારાથી ભિન્ન છે. પર્યાય મારામાં નથી. આવા કથનો અનેકવા૨ વાંચવા અને સાંભળવા મળે છે. વળી પ૨માત્મદશાને કૃતકૃત્ય કહેવામાં આવે છે. ક૨વા જેવું બધું કરી લીધું. ભેદજ્ઞાનનો પ્રયોગ પૂરો થયો. હવે સાદિ અનંતકાળ અનંતસુખમાં વ્યતીત થશે. આવા બધા પ્રકારના કથનો નય વિભાગ અનુસા૨ છે. જો નયાર્થ યોગ્ય રીતે સમજે તો વાંધો નહીં. પરંતુ તે લક્ષમાં ન રહે તો પ્રમાદ આવ્યા વિના ન રહે.
જીવના પરિણામથી વિચારતા આચાર્યદેવ ષટ્કારકને યાદ કરે છે. કર્તા-કરણ, કર્મ અને કર્મફળ એ ચા૨ અપેક્ષાથી કથન કરે છે પરંતુ તે દરેક સમયે અભેદપણું રાખીને વાત કરે છે. માત્ર ૫૨થી ભિન્ન એટલું જ નહીં પરંતુ કર્તા જીવ છે અને કર્મ પણ જીવ જ છે. એ રીતે લખાણ છે. જીવનો દ્રવ્યસામાન્ય સ્વભાવ શુદ્ધ જ છે, અર્થાત્ ત્રિકાળ સ્વભાવ શુદ્ધ જ છે. તે જીવ પોતાના ક્ષણિક ઉપાદાન અનુસા૨ પરિણમે છે. અહીં તે અશુદ્ધ ઉપાદાન છે તેથી જીવ સ્વતંત્રપણે કર્તા થાય છે તે ઉપરક્ત ચૈતન્યરૂપ સ્વભાવ વડે થાય છે એવું દર્શાવે છે. જે સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે તે જ પોતાના ક્ષણિક અશુદ્ધ ઉપાદાન અનુસાર કર્તા થઈને વિભાવ ભાવને કરે છે. તે ઉપરક્ત ચૈતન્યરૂપ સ્વભાવ વડે તે કરણકર્મ અને કર્મફળરૂપ થાય છે એમ લેવામાં આવ્યું
:
જીવ જ્ઞાન સ્વભાવી હોવાથી જાણવાનું કાર્ય કરે છે. ૫૨થી ભિન્ન રહીને જ પ૨ને જાણે છે. જાણીને તેમાં રાગ દ્વેષના ભાવો કરે છે. અનુકૂળ સંયોગોને • ભોગવવાનો ભાવ કરે છે. આ એનું અજ્ઞાન છે. તેની સામે જ્ઞાની પરને જાણે છે ત્યારે પણ તે પદ્રવ્ય : મારાથી જાદું છે એવો વિવેક જ્ઞાનમાં સતત રહે છે. ૫૨માં ઠીક-અઠીકપણું કે તેને ભોગવવાના ભાવો તેને થતાં નથી. ૫૨ને ૫૨ જાણીને તેના ત્યાગનો ભાવ આવે છે. જ્ઞાતાદૃષ્ટા રહેવું એ તો જીવનો સ્વભાવ છે. પરંતુ ત્યારબાદ ૫૨ને ભોગવવાનો ભાવ થવો તે જીવનો દોષ છે તેથી માત્ર જાણનાર
:
છે.
:
રહેવું અને ત્યારબાદ તેથી વિશેષ પદ્રવ્યમાં કોઈ
પ્રકારની નિસ્બત ન રાખવી તે સાચા અર્થમાં
અકર્તાપણું છે. અકર્તા એટલે જ્ઞાતા.
વચનામૃતમાં આવે છે કે અપરિણામી એટલે
છે. આમ હોવા છતાં જ્ઞાની જીવ કર્તા છે એવા શબ્દો : અનંત શક્તિથી ભરેલો જ્ઞાયક. જે દ્રવ્ય સામાન્ય
૧૧૮
જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન