________________
ભાવમાં તદ્રૂપ છે. તેથી અશુદ્ધ પર્યાયરૂપે પરિણમે : એમ ત્રણના અલગ કાર્યો પણ જોઈ શકાય છે.
: અજ્ઞાનીએ શરીરમાં હુંપણું રાખ્યું છે અને લાડવા તૈયા૨ થાય છે તેની તેને તે સમયે મુખ્યતા છે તેથી તે પોતાને શરીરૂપ માનીને લાડવા બનાવવાની ઈચ્છા પણ મેં કરી અને લાડવા પણ મેં બનાવ્યા એવું માને છે. ત્યારે શરીરની ક્રિયા એ જ મારું કાર્ય એમ ન રહેતા જીવનું કાર્ય અને ઘી-લોટ-ગોળનું કાર્ય પણ મારું કાર્ય છે એવું માનવા લાગે છે. શરીરની હાથ વગેરેની ક્રિયા ગૌણ થઈને લાડવાની ક્રિયા તેને મુખ્ય થઈ ગઈ છે. એ અજ્ઞાની કદાચ જીવ તે હું છું એવું માનીને વિચારી ત્યારે પણ શરીરનું કાર્ય અને લાડવા બનાવવાનું કામ હું કરું છું એમ માને છે. મારે ભાગે માત્ર ઈચ્છા જ છે શરીરના કે ઘી-લોટ-ગોળના કાર્ય હું ન કરી શકું એવો તેને ખ્યાલ રહેતો નથી.
તે જીવ અશુદ્ધ છે. તે સમયે પણ જીવે પોતાનો શુદ્ધ સ્વભાવ એવોને એવો સલામત રાખેલ છે.
ગાથા = ૧૨૬
‘કર્તા, કરમ, ફળ, કરણ જીવ છે’ એમ જો નિશ્ચય કરી મુનિ અન્યરૂપ નવ પરિણમે, પ્રાપ્તિ કરે શુદ્ધાત્મની. ૧૨૬.
જે શ્રમણ ‘કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા છે' એવા નિશ્ચયવાળો થયો થકો અન્યરૂપે ન જ પરિણમે, તો તે શુદ્ધાત્માને ઉપલબ્ધ કરે છે.
આ ગાથામાં આચાર્યદેવ બે વાત કરે છે. દરેક પદાર્થ પોતાના ષટ્કારક અનુસા૨ પરિણમે છે માટે બધા પદાર્થો ભિન્ન છે. આ રીતે સૌ પ્રથમ જીવ પોતાના પરિણામને પ્રાપ્ત થાય છે. તે જીવ અન્ય
:
:
પદાર્થોથી ભિન્ન લક્ષમાં લેવામાં આવે છે. અહીં પરદ્રવ્યથી ભિન્ન લક્ષમાં લેતા તે શુદ્ધ છે એવું એકાંત નથી લેવું. અહીં તો પ્રયોગ કેવી રીતે થાય એ વિચારવું છે. દરેક પદાર્થના અલગપણાને લક્ષમાં લઈ શકાય અને તેમને અન્ય સાથેના સંબંધમાં પણ જોઈ શકાય છે.
અહીં જે અંતિમ કાર્ય થયું. લાડવા તૈયા૨ થવાનું તેના કર્તારૂપે ત્રણ દાવેદાર છે. જીવ, શરીર અને ઘી, લોટ, ગોળ. સાચો કર્તા તો ઘી-લોટગોળ છે. પરંતુ ત્રણ સભ્યો વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાના કારણે ત્રણેય સભ્યો તેવો દાવો કરી શકે છે. દૃષ્ટાંતઃનાટકમાં ભાગ લેનારા દરેક સભ્ય મેં નાટક કર્યું એવો દાવો કરે છે.
સંબંધમાં થતા કાર્યો પોતે કર્યા એ રીતે : વિચારવાની એક પદ્ધતિ છે કથન શૈલી છે. સંયોગી એકત્વને કારણે એ પ્રકારે કહેવાનો અધિકા૨પ્રાપ્ત
:
આ ગાથામાં દ્રવ્ય બંધારણની સમજણનું ફળ શું છે તે દર્શાવ્યું છે. પદાર્થ બંધારણને સમજવાનું ફળ શુદ્ધાત્માની પ્રાપ્તિ છે. તે કઈ રીતે શક્ય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. જીવને અન્ય દ્રવ્યો સાથેના સંબંધમાં જોવાની આપણને ટેવ છે. તેથી તે પ્રકારે દૃષ્ટાંત લઈએ. એક બહેન રસોઈ કરે છે, લાડવા બનાવે છે તેમ લઈએ. બહેન લાડવા બનાવે છે એમ પણ કહેવાય. ત્યા૨બાદ જીવ, શરીર અને રસોઈ એમ ત્રણ અલગ દ્રવ્યોનો વિચાર કરીએ તો
:
...
થાય છે. પરંતુ તેને સાચુ માની લેવું ભૂલ છે. આવા પ્રસંગે તે કાર્યમાં કેટલા સભ્યો સામેલ હતા અને તે દરેકનું શું કાર્ય હતું તેનો વિચાર કરે ત્યારે તે દરેકના અલગ કાર્યો ખ્યાલમાં આવી શકે છે. સંબંધના કારણે દરેકમાં અન્ય સભ્યોના કાર્યો જણાય છે. પરંતુ તે તેના કાર્યો નથી. ગળ્યા દૂધમાં દૂધમાં સાક૨ અને સાકરમાં દૂધનો સ્વાદ આવે છે પરંતુ તે સમયે પણ દૂધમાંથી દૂધનો જ સ્વાદ અને સાકરમાંથી ગળપણનો જ સ્વાદ આવે છે.
જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન
:
તે સમયે બહેનને લાડવા બનાવવાની ઈચ્છા થઈ છે. શરીરમાં હાથ-આંખ વગેરેના કાર્યો થાય છે અને ઘી-લોટ તથા ગોળ લાડવારૂપે પરિણમે છે
:
૧૧૬