________________
૧) જીવ (જ્ઞાન) અને પદ્રવ્ય (શેય) બન્ને જાદા : નિર્વિકલ્પ દશામાં શેયાકારનો ત્યાગ કર્યો. જેને
છે અને જુદા જ રહે છે - જ્ઞેયે પ્રવિષ્ટ ન.
પહેલા ૫૨ જાણ્યું હતું તે પરનો હવે ત્યાગ કર્યો. આ રીતે જ્ઞાનની પર્યાયમાં જ પ્રથમ ૫૨ જાણ્યું અને પછી પરનો ત્યાગ કર્યો એવું લઈ શકાય છે. અસ્થિરતાના રાગને કારણે જે ઉપયોગ બહારમાં ગયો હતો તે ફરીને પોતાના સ્વભાવમાં આવી ગયો. જિનાગમમાં સવિકલ્પમાંથી નિર્વિકલ્પની જે વાત આવે છે તે રાગને છોડવા માટે છે. ત્યાં ૫૨ના જાણપણાને દોષરૂપ માનીને છોડવાની વાત નથી. ૫૨નું જાણપણું એ તો જીવનો સ્વભાવ છે. સર્વજ્ઞ સ્વભાવને લક્ષમાં લેવાથી સ્વ-૫૨ પ્રકાશક એવી પોતાની શક્તિ છે એવું લક્ષ થાય છે. સવિકલ્પ દશા સમયે જીવ પોતે જાણનાર થઈને પોતાની જ્ઞાનની : પર્યાયને પ્રગટ કરે છે અને તે પર્યાયને જાણે છે. તે
૨) જ્ઞાનની પર્યાય જ્ઞેયાકાર થાય છે તે સમયે પણ પદ્રવ્ય તો ભિન્ન જ છે - અણ પ્રવિષ્ટ ન. ૩) જ્ઞેય જ્ઞાયક સંબંધ સમયે જીવની પર્યાયમાં જીવ જાણવાનું કાર્ય જ્ઞપ્તિ ક્રિયા કરે છે અને પરદ્રવ્ય શેયાકાર રૂપનો ફાળો આપે છે તે રીતે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન અને જ્ઞેયાકાર ભેગા થાય છે. ત્યાં શપ્તિ ક્રિયામાંથી શેયાકા૨પણું દૂર કરી શકાતું નથી.
૪) તે સમયે જ્ઞાનીને જ્ઞપ્તિ ક્રિયા અને શેયાકારપણાના ભિન્નપણાનો વિવેક વર્તે છે. તેથી જ્ઞાન જ્ઞેયાકારોને તે સમયે ભિન્ન જાણે
છે પરંતુ તેનો ત્યાગ થઈ શકતો નથી. આ રીતે જ્ઞાનની સવિકલ્પ દશા સમયે જ્ઞાનમાં સ્વ૫૨નો (જ્ઞપ્તિ ક્રિયા અને જ્ઞેયાકારનો) જુદાપણાનો વિવેક છે. જ્ઞાન જ્ઞેયાકારને ભિન્ન જાણે છે.
હવે જ્ઞાનની નિર્વિકલ્પ દશાનો વિચાર કરીએ. જીવ સવિકલ્પ દશામાં ઉપયોગાત્મકપણે ૫૨ને જાણે છે ત્યારે આ જાણનાર તે હું છું અને જે જણાય છે તે મારાથી ભિન્ન છે એવો વિવેક છે. પદ્રવ્ય તો ભિન્ન છે જ પરંતુ પોતાની પર્યાયમાં રહેલું શેયાકા૨પણું પણ પોતાનાથી ભિન્ન છે એવું જાણપણું છે પરંતુ તે સમયે શેયાકા૨પણું પોતાની પર્યાયમાંથી દૂર થતું નથી.
એ જીવ જ્યારે નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ કરે છે ત્યારે ઉપયોગાત્મકપણે પોતાને જાણે છે. પહેલા ઉપયોગાત્મકપણે ૫૨ને જાણતો હતો. નિર્વિકલ્પ દશા સમયે પ૨નું જાણપણું છૂટી ગયું ત્યારે જ્ઞાનની પર્યાયમાંથી શેયાકા૨પણું પણ દૂર થયું. સવિકલ્પ દશામાં શેયાકા૨પણાને પ૨ જાણ્યું હતું. હવે
૧૧૨
·
:
સમયે તે પર્યાયમાં જેટલું શેયાકા૨પણું જણાય છે તે મારું સ્વરૂપ નથી એવો જ્ઞાનમાં વિવેક વર્તે છે. જ્ઞાનીનો ઉપયોગ અસ્થિરતાના રાગના કા૨ણે જે પદ્રવ્યને જાણે છે તે રાગને છોડીને જ્યારે ઉપયોગ અંદ૨માં, સ્વમાં આવે છે ત્યારે પરદ્રવ્યનું જ્ઞાન પણ સાથે છૂટી જાય છે. જ્ઞાનીનું વજન ૨ાગ છોડવા ઉપ૨ છે.
હવે જીવના કર્મ અને કર્મ ફળની વાત ટીકાકાર આચાર્યદેવે કઈ રીતે લીધી છે તે જોઈએ. જીવના પરિણામને કર્મ તથા જીવના સુખ દુઃખના પરિણામોને કર્મફળ કહ્યા છે. જીવ શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારના ભાવોને કરે છે અને બે પ્રકારના ફળ ભોગવે છે. અશુદ્ધ પર્યાયનું ફળ દુઃખ અને શુદ્ધ પર્યાયનું ફળ અતીન્દ્રિય આનંદ આ બધું આપણા ખ્યાલમાં છે. આટલી વાત ટીકામાં લેવામાં આવી છે. આ વાત જે આશયથી લેવામાં આવી છે, ટીકાકાર આચાર્યદેવ આ ગાથાઓનો ભાવ જે રીતે સમજાવવા માગે છે તેનો વિચાર કરતા સમજાય છે કે જીવ પોતે પોતાના ષટ્કારક અનુસા૨ પરિણમે છે. ત્યાં અભિન્ન ષટ્કા૨ક અનુસાર જીવના બધા જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન
: