________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫. પરિગ્રહ પરિમાણવ્રત- પોતાનાથી ભિન્ન પર પદાર્થોમાં મમત્વબુદ્ધિ તે જ પરિગ્રહ છે. એ અંતરંગ અને બહિરંગના ભેદથી બે પ્રકારનો છે. મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ તથા હાસ્યાદિ નવ નોકષાય એ ચૌદ અંતરંગ પરિગ્રહના ભેદ છે. જમીન-મકાન, સોનું-ચાંદી, ધન-ધાન્ય, નોકર-નોકરાણી, વાસણ વગેરે અન્ય વસ્તુઓ એ બાહ્ય પરિગ્રહ છે. ઉક્ત પરિગ્રહોમાં ગૃહસ્થને મિથ્યાત્વ નામના પરિગ્રહનો તો પૂર્ણપણે ત્યાગ થઈ જાય છે અને બાકીના અંતરંગ પરિગ્રહોનો કષાય અંશનો સદ્દભાવ હોવાથી એકદેશ ત્યાગ હોય છે તથા બાહ્ય પરિગ્રહની પણ મર્યાદા નક્કી કરી લે છે. આ વ્રતને પરિગ્રહ પરિમાણવ્રત કહે છે.
ગુણવ્રત દિવ્રત, દેશવ્રત અને અનર્થદંડવ્રત એ ત્રણ ગુણવ્રત કહેવાય છે.
૧. દિવ્રત - કષાયનો અંશ ઘટી જવાથી ગૃહસ્થ દશે દિશાઓમાં પ્રસિદ્ધ સ્થાનોના આધારે પોતાના આવાગમનની હદ નક્કી કરી લે છે અને જીવનપર્યત તેનું ઉલ્લંઘન કરતા નથી, એને દિવ્રત કહે છે.
૨. દેશવ્રત - દિવ્રતમાં બાંધેલી વિશાળ હદને ઘડી, કલાક, દિવસ, સસાહ, માસ આદિ કાળની મર્યાદાપૂર્વક વધારે મર્યાદિત ઓછી) કરી લેવી તે દેશવ્રત છે.
૩. અનર્થદંડ વ્રત- વિના પ્રયોજન હિંસાદિ પાપોમાં પ્રવૃત્તિ કરવી અથવા તે પ્રકારનો ભાવ કરવો તે અનર્થદંડ છે અને તેના ત્યાગને અનર્થદંડવત કહે છે. વ્રતી શ્રાવક પ્રયોજન વિના જમીન ખોદવી, પાણી ઢોળવું, અગ્નિ સળગાવવો, પવનસંચાર કરવો, વનસ્પતિ છેડવી વગેરે કાર્ય કરતા નથી અર્થાત્ ત્રસહિંસાના તો તે ત્યાગી છે જ પણ અપ્રયોજનીય સ્થાવર હિંસાનો પણ ત્યાગ કરે છે. તથા રાગ-દ્વેષાદિક પ્રવૃત્તિઓમાં પણ તેની વૃત્તિ રમતી નથી, તે એનાથી વિરક્ત રહે છે. આ જ વ્રતને અનર્થદંડવ્રત કહે છે.
શિક્ષાવ્રત સામાયિક, પ્રોપધોપવાસ, ભોગપભોગ પરિમાણવ્રત અને અતિથિ સંવિભાગ વ્રત એ ચાર શિક્ષાવ્રત છે.
૨૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com