________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧. સામાયિક- સર્વ દ્રવ્યોમાં રાગ-દ્વેષના ત્યાગપૂર્વક સમતાભાવનું અવલંબન કરીને આત્મભાવની પ્રાપ્તિ કરવી તે જ સામાયિક છે. વ્રતી શ્રાવકો દ્વારા પ્રાતઃકાળે, બપોરે અને સાંજે ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્ત એકાન્ત સ્થાનમાં સામાયિક કરવી તે સામાયિક વ્રત છે.
૨. પ્રોષધોપવાસ- કષાય, વિષય અને આહારનો ત્યાગ કરી આત્મસ્વભાવની સમીપમાં વસવું તે ઉપવાસ છે. દરેક આઠમ અને ચૌદસે સર્વ આરંભનો ત્યાગ કરીને ઉપવાસ કરવો તે જ પ્રોષધોપવાસ છે.
એ ત્રણ પ્રકારે કરવામાં આવે છે – ઉત્તમ, મધ્યમ અને જઘન્ય.
ઉત્તમ- પર્વના એક દિવસ અગાઉ અને એક દિવસ પાછળ એકાશન પૂર્વક પર્વને દિવસે પૂર્ણ ઉપવાસ તે ઉત્તમ પ્રોષધોપવાસ છે.
મધ્યમ- કેવળ પર્વના દિવસે ઉપવાસ કરવો તે મધ્યમ પ્રોષધોપવાસ છે.
જઘન્ય- પર્વના દિવસે કેવળ એકાશન કરવું તે જઘન્ય પ્રોષધોપવાસ છે.
૩. ભોગોપભોગ પરિમાણવ્રત- પ્રયોજનભૂત મર્યાદિત પરિગ્રહની અંદર પણ કષાય ઓછો કરીને ભોગ અને ઉપભોગનું પ્રમાણ ઘટાડવું તે ભોગોપભોગ પરિમાણ વ્રત છે. પાંચ ઇંદ્રિયના વિષયોમાં જે એકવાર ભોગવવામાં આવી શકે તેને ભોગ અને વારંવાર ભોગવવામાં આવી શકે તેને ઉપભોગ કહે છે.
૪. અતિથિ સંવિભાગ વ્રત- મુનિ, વ્રતી શ્રાવક અને અવ્રતી શ્રાવક-આ ત્રણે પ્રકારના પાત્રોને પોતાના ભોજનમાંથી ભાગ પાડીને વિધિપૂર્વક દાન દેવું તે અતિથિ સંવિભાગ વ્રત છે.
નિશ્ચય સમ્યગ્દર્શન પૂર્વક ઉપરોક્ત બાર વ્રતોને અતિચાર રહિત ધારણ કરનાર શ્રાવક જ વ્રતી શ્રાવક કહેવાય છે કેમકે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન વિના સાચાં વ્રતાદિ હોતાં જ નથી. તથા નિશ્ચય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પૂર્વક અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો અભાવ થતાં પ્રગટ થનાર આત્મશુદ્ધિની સાથે સહજ જ જ્ઞાની શ્રાવકને ઉપરોક્ત વ્રતાદિરૂપ ભાવ હોય છે. આત્મજ્ઞાન વિના જે વ્રતાદિરૂપ શુભ ભાવ હોય છે, તે સાચાં વ્રત નથી.
૨૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com