________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્રતી શ્રાવક ઉપરોક્ત ચાર પ્રકારની હિંસાઓમાંથી સંકલ્પી હિંસાનો તો સર્વથા ત્યાગી હોય છે અર્થાત્ સહજપણે તેને એ પ્રકારના ભાવ જ ઉત્પન્ન થતા નથી, અન્ય ત્રણ પ્રકારની હિંસાથી પણ બને તેટલો બચવાનો પ્રયત્ન કરે છે. હિંસાભાવનો એકદેશ ત્યાગ હોવાથી એ વ્રત અહિંસાણુવ્રત કહેવાય છે.
૨. સત્યાણુવ્રત- પ્રમાદના યોગથી અસત્ય વચન બોલવું તે અસત્ય છે, એનો એકદેશ ત્યાગ તે જ સત્યાણુવ્રત છે. અસત્ય ચાર પ્રકારનું હોય છે :
(૧) સત્નો અપલા૫, (૨) અસનું ઉદ્દભાવન, (૩) અન્યથા પ્રરૂપણ અને (૪) ગર્વિત વચન વિદ્યમાન પદાર્થને અવિદ્યમાન કહેવો તે સના અ૫લાપ છે. અવિધમાનને વિધમાન કહેવું તે અસતનું ઉલ્કાવન છે.
કાંઈનું કાંઈ કહેવું અર્થાત્ વસ્તુસ્વરૂપ જેવું છે તેવું ન કહેતાં અન્યથા કહેવું તે અન્યથા પ્રરૂપણ છે. જેમકે જેમ કે હિંસામાં ધર્મ બતાવવો.
નિંદનીય, કલકારક, પીડાકારક, શાસ્ત્રવિરુદ્ધ, હિંસાપોષક, પરાપવાદકારક આદિ વચનોને ગર્વિત વચન કહે છે.
૩. અચૌર્યાણુવ્રત- જે વસ્તુમાં લેવા-દેવાનો વ્યવહાર છે, એવી વસ્તુને પ્રમાદના યોગથી તેના માલિકની રજા વિના લેવી તે ચોરી છે. એવી ચોરીનો ત્યાગ તે અચૌર્યવ્રત છે. ચોરીનો ત્યાગી હોવા છતાં ગૃહસ્થ કૂવા, નદી વગેરેમાંથી જળ અને ખાણમાંથી માટી વગેરે વસ્તુઓનું પૂછયાં વિના પણ ગ્રહણ કરે છે તેથી એકદેશ ચોરીનો ત્યાગી હોવાથી અચૌર્યાણુવ્રત કહેવાય છે.
૪. બ્રહ્મચર્યાણુવ્રત- સપૂર્ણપણે સ્ત્રી-સેવનનો ત્યાગ તે બ્રહ્મચર્યવ્રત છે. જે ગૃહસ્થ તેને ધારણ કરવામાં અસમર્થ છે તે સ્ત્રીમાં જ સંતોષ કરે છે અને પરસ્ત્રી-રમણ ભાવનો સર્વથા ત્યાગ કરે છે, તેમનું આ વ્રત એકદેશરૂપ હોવાથી બ્રહ્મચર્યાણુવ્રત કહેવાય છે.
૨૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com