________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
વાત છે કે ખોજ કરનાર, ખોજ કરનારને જ ભૂલી રહ્યો છે. આખું જગત પરની સંભાળમાં એટલું ડૂબેલું જણાય છે કે ‘હું કોણ છું?' એ વિચારવાની કે સમજવાની એને ફુરસદ જ નથી.
‘હું’ શરીર, મન, વાણી અને મોહ-રાગ-દ્વેષથી તો ભિન્ન છું જ, પરંતુ ક્ષણિક પરલક્ષી જ્ઞાનથી પણ ભિન્ન એક ત્રૈકાલિક, શુદ્ધ, અનાદિ અનંત, ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવ તત્ત્વ છું, જેને આત્મા કહે છે.
જેવી રીતે ‘હું બંગાળી છું, હું મદ્રાસી છું, અને હું પંજાબી છું' એવા પ્રાન્તીયતાના ઘટાટોપમાં માણસ એ ભૂલી જાય છે કે ‘હું ભારતીય છું' અને પ્રાન્તીયતાના ગાઢ અનુભવથી ભારતીય રાષ્ટ્રીયતા ખંડિત થવા લાગે છે તેવી જ રીતે ‘હું માણસ છું, દેવ છું, પુરુષ છું, સ્ત્રી છું, બાળક છું, યુવાન છું, વગેરેમાં આત્મબુદ્ધિનાં વાદળાંમાં આત્મા ઢંકાઈ ગયા જેવો થઈ જાય છે. જેમ આજના રાષ્ટ્રીય નેતાઓનું કહેવું છે કે દેશપ્રેમી ભાઈઓ ! તમે બધા મદ્રાસી અને બંગાલી હોવા પહેલાં ભારતીય છો એ કેમ ભૂલી જાઓ છો? તેવી જ રીતે મારું કહેવાનું છે કે ‘હું શેઠ છું, હું પંડિત છું, હું બાળક છું, હું વૃદ્ધ છું,' ના કોલાહલમાં ‘હું આત્મા છું' તેને આપણે કેમ ભૂલી જઈએ છીએ ?
જેમ ભારતદેશની અખંડતા ટકાવી રાખવાને માટે એ જરૂરી છે કે દરેક ભારતીયમાં ‘હું ભારતીય છું' એવી લાગણી પ્રબળ હોવી જોઈએ. ભારતની એકતા માટે ઉપરોક્ત લાગણી જ એકમાત્ર સાચો ઉપાય છે. તેવી જ રીતે ‘હું કોણ છું' નો સાચો ઉત્તર મેળવવા માટે ‘હું આત્મા છું’ ની અનુભૂતિ પ્રબળ બન્ને, એ અત્યંત જરૂરી છે.
હા, તો સ્ત્રી, પુત્ર, મકાન, રૂપિયા, પૈસાથી તો ભિન્ન છું જ પરંતુ શરીરથી પણ ભિન્ન હું તો એક ચેતનતત્ત્વ આત્મા છું. આત્મામાં ઉત્પન્ન થતા મોહ-રાગદ્વેષભાવ પણ ક્ષણિક વિકા૨ીભાવ હોવાથી આત્માની મર્યાદામાં આવતા નથી અને પરલક્ષી જ્ઞાનનો અલ્પવિકાસ પણ પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવી આત્માનું જ્ઞાન કરાવવામાં સમર્થ નથી. એટલે સુધી કે જ્ઞાનની પૂર્ણ વિકસિત અવસ્થા પણ અનાદિ ન હોવાથી, અનાદિ અનંત પૂર્ણ એક જ્ઞાનસ્વભાવી આત્મા થઈ શકતી નથી કેમ કે આત્મા તો એક દ્રવ્ય છે અને આ તો આત્માના જ્ઞાનગુણની પૂર્ણવિકસિત એક પર્યાય માત્ર છે.
૧૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com