________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સુબોધચંદ્ર - લૌકિક દૃષ્ટિથી તેમનો પણ યથાયોગ્ય આદર તો કરવો જ જોઈએ,
પણ તેમને રાગ-દ્વેષ આદિનો નાશ થયો ન હોવાથી મોક્ષમાર્ગમાં તેમને પૂજ્ય ગણવામાં આવતા નથી. આઠ દ્રવ્યોથી પૂજ્ય તો વીતરાગ સર્વજ્ઞ દેવ, વીતરાગ માર્ગનાં નિરૂપક શાસ્ત્ર, નગ્ન દિગંબર ભાવલિંગી ગુરુ જ છે.
રાજૂ
- એ તો હું સમજ્યો કે દેવ-શાસ્ત્ર-ગુરુની પૂજા કરવી જોઈએ, પણ એનાથી લાભ શું છે તે પણ બતાવોને!
સુબોધચંદ્ર- જ્ઞાની જીવ લૌકિક લાભની દૃષ્ટિથી ભગવાનની પૂજા કરતા નથી, તેને
તો સહજ ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. જેમ ધનની ઈચ્છાવાળાને ધનવાનનો મહિમા આવ્યા વિના રહેતો નથી તેવી જ રીતે વીતરાગતાના ઉપાસક અર્થાત્ મુક્તિના પથિકને મુક્ત આત્માઓ પ્રત્યે ભક્તિનો ભાવ આવે જ છે.
સુબોધચંદ્ર - તો શું ભગવાનની ભક્તિથી લૌકિક ( સાંસારિક ) સુખ નથી મળતું?
સુબોધચંદ્ર – જ્ઞાની ભક્ત સાંસારિક સુખ ઈચ્છતા જ નથી, પણ શુભભાવ થવાથી
તેમને પુણ્યબંધ અવશ્ય થાય છે અને પુણ્યોદયના નિમિત્તે સાંસારિક ભોગસામગ્રી પણ તેમને મળે છે, પણ તેમની દષ્ટમાં તેનું કાંઈ મૂલ્ય નથી. પૂજા ભક્તિનો સાચો લાભ તો વિષય-કષાયથી બચવું તે જ છે.
રાજદૂ - તો પૂજા કેવી રીતે કરવામાં આવે છે? સુબોધચંદ્ર- દિવસે, ગળેલા પાણીથી સ્નાન કરીને, ધોયેલાં વસ્ત્રો પહેરીને,
જિનમંદિરમાં જિનેન્દ્ર ભગવાનની સમક્ષ વિનયપૂર્વક ઊભા રહીને પ્રાસુક દ્રવ્યથી એકાગ્ર ચિત્ત થઈને પૂજા કરવામાં આવે છે.
રાજૂ
- પ્રાસુક દ્રવ્ય એટલે....?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com