________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[ ૩૩
સહિત દેહ થવાથી તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી. તે વસંતતિલકાએ પોતાના ઘરમાં જ પુત્ર-પુત્રીના જોડકાને જન્મ આપ્યો. તે વેશ્યા ખેદખિન્ન થઈને એ બન્ને બાળકોને જુદા જુદા રત્નકાંબળમાં લપેટી પુત્રીને તો દક્ષિણ દરવાજે નાખી આવી-ત્યાં પ્રયાગનિવાસી વણજારાએ તેને ઉપાડી પોતાની સ્ત્રીને સોંપી. તેનું (પુત્રીનું) નામ કમળા રાખ્યું-તથા પુત્રને ઉત્તરદિશાના દરવાજે નાખ્યો. ત્યાંથી સાકેતપુરના એક સુભદ્ર નામના વણજારાએ તેને ( પુત્રને ) ઉપાડી પોતાની સ્ત્રી સુવ્રતાને સોંપ્યો અને તેનું ધનદેવ નામ રાખ્યું. હવે પૂર્વોપાર્જિત કર્મવશ તે ધનદેવનો પેલી કમળાની સાથે વિવાહ થયો અને એ બંને (ભાઈ-બહેન ) પતિ-પત્ની થયાં. પછી આ ધનદેવ વેપાર અર્થે ઉજ્જયિની નગરીમાં ગયો. ત્યાં તે પેલી વસંતતિલકા વેશ્યામાં લુબ્ધ થયો અને તેના સંયોગથી વસંતતિલકાને એક પુત્ર જન્મ્યો. તેનું નામ વરુણ રાખ્યું. હવે એક દિવસ કમળાએ કોઈ મુનિને પોતાનો સંબંધ પૂછયો અને મુનિએ તેનું સર્વ વૃત્તાંત કહ્યું. તે નીચે પ્રમાણે છેઃ
આ ઉજ્જયિની નગરીમાં એક સોમશર્મા નામનો બ્રાહ્મણ હતો. તેને કાશ્યપી નામની સ્ત્રી હતી. તેમને અગ્નિભૂત અને સોમભૂત નામના બે પુત્ર થયા. એ બંને ક્યાંકથી ભણીને આવતા હતા. ત્યાં માર્ગમાં કોઈ જિનદત્ત મુનિને તેમની માતા, જે જિનમતી આર્યા હતી તે, ક્ષેમકુશળ પૂછતી દેખી તથા ત્યાં બીજા કોઈ જિનભદ્રમુનિ હતા તેમને સુભદ્રા નામની આર્યા, કે જે તેમના પુત્રની વહુ હતી તે, ક્ષેમકુશળ પૂછતી દેખી, એ દશ્ય આ બંને ભાઈઓએ દીઠું અને ત્યાં હાસ્ય કર્યું કે– જુઓ તો ખરા! તરુણને તો વૃદ્ધ સ્ત્રી અને વૃદ્ધને તરુણ સ્ત્રી, અહો વિધાતાએ ખરી વિપરીતતા રચી છે!' ઉપાર્જિત કર્મ અનુસાર સોમશર્મા તો મરીને વસંતતિલકા વેશ્યા થયો તથા એ હાસ્યના પાપથી અગ્નિભૂત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com