SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંસારાનુપ્રેક્ષા] હવે મનુષ્યગતિનાં જે દુઃખો છે તેને બાર ગાથાઓ દ્વારા કહે છે. ત્યાં પ્રથમ જ ગર્ભમાં ઊપજે તે અવસ્થા કહે છે : મનુષ્યગતિનાં દુઃખો अह गभ्भे वि य जायदि तत्थ वि णिवडीकयंगपच्चंगो। विसहदि तिव्वं दुक्खं णिग्गममाणो वि जोणीदो।।४५।। अथ गर्भे अपि च जायते तत्र अपि निवडीकृत-अङ्गप्रत्यङ्गः। विषहते तीव्र दुःखं निर्गच्छन् अपि योनितः।। ४५।। અર્થ- અથવા ગર્ભમાં ઊપજે તો ત્યાં પણ હસ્તપાદાદિ અંગ અને આંગળાં આદિ પ્રત્યંગ એ બધા એકઠા સંકુચિત રહ્યા થકા (જીવ) દુઃખ સહે છે અને ત્યાંથી યોનિદ્વારે નીકળતાં તે તીવ્ર દુઃખને સહન કરે છે. વળી તે કેવો થાય, તે કહે છે:बालो वि पियरचत्तो परउच्छितॄण वड्ढदे दुहिदो। एवं जायणसीलो गमेदि कालं महादुक्खं ।। ४६।। बाल: अपि पितृत्यक्तः परोच्छिष्टेन वर्धते दुःखितः। एवं याचनशीलः गमयति कालं महादुःखम्।।४६ ।। અર્થ:- ગર્ભમાંથી નીકળ્યા પછી બાળઅવસ્થામાં જ માતા-પિતા મરી જાય તો દુઃખી થતો થકો પારકી ઉચ્છિષ્ટ વડે જીવનનિર્વાહ કરતો તથા માગવાનો જ છે સ્વભાવ જેનો એવો તે, મહાદુઃખે કાળ નિર્ગમન કરે છે. વળી કહે છે કે એ બધું પાપનું ફળ છે - पावेण जणो एसो दुक्कम्मवसेण जायदे सव्वो। पुणरवि करेदि पावं ण य पुण्णं को वि अज्जेदि।।४७।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy