________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા માફક તુરત વિલય પામી જતાં જોવા છતાં પણ તેને નિત્ય માને છે એ જ મોટું આશ્ચર્ય છે-એ જ મોહનું મહા બળવાન માહામ્ય છે.
ભાવાર્થ- વસ્તુનું સ્વરૂપ અન્યથા જણાવવામાં મદ્યપાન, જ્વરાદિ રોગ, નેત્રવિકાર અને અંધકાર ઇત્યાદિ અનેક કારણો છે, પરંતુ આ મોહ તો એ સર્વથી પણ બલવાન છે, કે જે પ્રત્યક્ષ વસ્તુને વિનાશીક દેખે છે છતાં તેને નિત્યરૂપ જ મનાવે છે. તથા મિથ્યાત્વ, કામ, ક્રોધ, શોક ઈત્યાદિક બધા મોહના જ ભેદ છે. એ બધાય વસ્તુ સ્વરૂપમાં અન્યથા બુદ્ધિ કરાવે છે.
હવે આ કથનને સંકોચે છે - चइऊण महामोहं विसए मुणिऊण भंगुरे सव्वे। णिव्विसयं कुणह मणं जेण सुहं उत्तमं लहए।।२२।। त्यक्त्वा महामोहं विषयान् ज्ञात्वा भंगुरान् सर्वान्। निर्विषयं कुरुत मनः येन सुखं उत्तमं लभध्वे।। २२।।
અર્થ - હે ભવ્યજીવ! તું સમસ્ત વિષયોને વિનાશીક જાણીને મહામોહને છોડી તારા અંતઃકરણને વિષયોથી રહિત કર, જેથી તું ઉત્તમ સુખને પ્રાપ્ત થાય.
ભાવાર્થ:- ઉપર કહ્યા પ્રમાણે સંસાર, દેહ, ભોગ, લક્ષ્મી ઇત્યાદિ સર્વ અસ્થિર દર્શાવ્યાં. તેમને જાણી જે પોતાના મનને વિષયોથી છોડાવી, આ અસ્થિરભાવના ભાવશે તે ભવ્ય જીવ સિદ્ધપદના સુખ ને પ્રાપ્ત થશે.
(દોહરો)
द्रव्यदृष्टितै वस्तु थिर, पर्यय अथिर निहारि। उपजत विनशत देखिकै हरष विषाद निवारि।।
ઇતિ અઘૂવાનુપ્રેક્ષા સમાસ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com