SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્વાદશત૫] [ ૨૮૯ વિશેષ આસક્ત હોય, લોકરંજન કરવા માટે બાહ્યવ્યવહારમાં લીન હોય-તત્પર હોય તેને કાયોત્સર્ગતપ કયાંથી હોય? - ભાવાર્થ- જે મુનિ “લોકો જાણે કે આ મુનિ છે' એમ વિચારી બાહ્યવ્યવહાર પૂજા-પ્રતિષ્ઠાદિ તથા ઈર્યાસમિતિ આદિ ક્રિયામાં તત્પર હોય, આહારાદિ વડે દેપાલન કરવું, ઉપકરણાદિની વિશેષ સાર-સંભાળ કરવી, તથા શિષ્યજનાદિથી ઘણી મમતા રાખી પ્રસન્ન થવું ઇત્યાદિમાં લીન હોય, પણ જેને પોતાના આત્મસ્વરૂપનો યથાર્થ અનુભવ નથી તથા તેમાં કદી પણ તલ્લીન થતો જ નથી, અને કાયોત્સર્ગ પણ કરે તો ઊભા રહેવું આદિ બાહ્યવિધાન પણ કરી લે છતાં તેને કાયોત્સર્ગતપ કહેતા નથી (કારણ કે-) નિશ્ચય વિનાનો બાહ્યવ્યવહાર નિરર્થક છે. હવે ધ્યાન નામના તપનું વિસ્તારથી વર્ણન કરે છે:अंतोमुहुत्तमेत्तं लीणं वत्थुम्मि माणसं णाणं। झाणं भण्णदि समए असुहं च सुहं च तं दुविहं।। ४७० ।। अन्तर्मुहूर्त्तमात्रं लीनं वस्तुनि मानसं ज्ञानम्। ध्यानं भण्यते समये अशुभं च शुभं च तत् द्विविधम्।। ४७०।। અર્થ - મનસંબંધી જ્ઞાન વસ્તુમાં અંતર્મુહૂર્તમાત્ર લીન થવુંએકાગ્ર થવું તેને સિદ્ધાન્તમાં ધ્યાન કહ્યું છે, અને તે શુભ તથા અશુભ એવા બે પ્રકારનું કહ્યું છે. ભાવાર્થ- પરમાર્થથી જ્ઞાનનો એકાગ્ર ઉપયોગ એ જ ધ્યાન છે, અર્થાત જ્ઞાનનો ઉપયોગ એક જ્ઞયવસ્તુમાં અંતર્મુહૂર્ત માત્ર એકાગ્ર સ્થિર થાય તે ધ્યાન છે અને તે શુભ તથા અશુભ એવા બે પ્રકારથી છે. હવે શુભ-અશુભ ધ્યાનનાં નામ તથા સ્વરૂપ કહે છે: Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy