SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૪] [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા यः व्यावृणोति स्वरूपे शमदमभावे शुद्ध्युपयुक्तः। लोकव्यवहारविरतः वैयावृत्त्यं परं तस्य।।४६०।। અર્થ - જે મુનિ શમદમભાવરૂપ પોતાના આત્મસ્વરૂપમાં શુદ્ધોપયોગથી યુક્ત થઈને પ્રવર્તે છે તથા લોકવ્યવહારરૂપ બાહ્ય વૈયાવૃજ્યથી જે વિરક્ત છે તેમને ઉત્કૃષ્ટ (નિશ્ચય) વૈયાવૃત્ત્વ હોય છે. ભાવાર્થ - શમ એટલે રાગદ્વેષરહિત સામ્યભાવ તથા દમ એટલે ઇન્દ્રિયોને વિષયોમાં ન જવા દેવી, એવા જે અમદમરૂપ પોતાના આત્મસ્વરૂપમાં જે મુનિ તલ્લીન હોય છે તેમને લોકવ્યવહારરૂપ બાહ્યવૈયાવૃજ્ય શા માટે હોય ? તેમને તો નિશ્ચયવૈયાવૃન્ય જ હોય છે. શુદ્ધોપયોગી મુનિજનોની આ રીત છે. હવે છ ગાથાઓમાં સ્વાધ્યાયતપને કહે છે :परतत्तीणिरवेक्खो दुट्ठवियप्पाण णासणसमत्थो। तचविणिच्छयहेदू सज्झाओ झाणसिद्धियरो।। ४६१।। परतातिनिरपेक्षः दुष्टविकल्पानां नाशनसमर्थः। तत्त्वविनिश्चयहेतु: स्वाध्यायः ध्यानसिद्धिकरः ।। ४६१।। અર્થ:- જે મુનિ પરનિન્દામાં નિરપેક્ષ છે–વાંચ્છારહિત છે તથા મનના દુર-ખોટા વિકલ્પોનો નાશ કરવામાં સમર્થ છે તેમને તત્ત્વનો નિશ્ચય કરવાના કારણરૂપ તથા ધ્યાનની સિદ્ધિ કરવાવાળું સ્વાધ્યાય નામનું તપ હોય છે. ભાવાર્થ- જે પરનિંદા કરવામાં પરિણામ રાખે તથા મનમાં આર્ત-રૌદ્રધ્યાનરૂપ ખોટા વિકલ્પો ચિંતવન કર્યા કરે, તેનાથી શાસ્ત્રાભ્યાસરૂપ સ્વાધ્યાય શી રીતે થાય? માટે એ સર્વ છોડીને જે સ્વાધ્યાય કરે તેને તત્ત્વનો નિશ્ચય તથા ધર્મ-શુકલધ્યાનની સિદ્ધિ થાય. એવું સ્વાધ્યાયતપ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy