SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૮] [સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા अह कह वि पमादेण य दोसो जदि एदि तं पि पयडेदि। णिद्दोससाहुमूले दसदोसविवज्जिदो होएं।। ४५२ ।। अथ कथमपि प्रमादेन च दोषः यदि एति तं अपि प्रकटयति। निर्दोषसाधुमूले दशदोषविवर्जितः भवितुम्।। ४५२।। અર્થ- અથવા કોઈ પ્રકારથી પ્રમાદ વડે પોતાના ચારિત્રમાં દોષ આવી ગયો હોય તો તેને નિર્દોષ સાધુ-આચાર્યની નિકટ દશ દોષ રહિતપણે પ્રગટ કરે-આલોચન કરે. ભાવાર્થ:- પ્રમાદથી પોતાના ચારિત્રમાં દોષ લાગ્યો હોય તો આચાર્ય પાસે જઈ દશ ટ્વેષ રહિત આલોચના કરે. પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, ચાર વિકથા, એક નિદ્રા અને એક સ્નેહ એ પાંચે પ્રમાદ છે તેના પંદર ભેદ છે." (વિશેષ) ભંગોની અપેક્ષાએ તેના ઘણા ( ૩૭૫OO) ભેદ છે, તેમનાથી દોષ લાગે છે. વળી આલોચનાના દશ દોષ છે. તેનાં નામ-આકંપિત, અનુમાનિત, બાદર, સૂક્ષ્મ, દષ્ટ, પ્રચ્છન્ન, શબ્દાકુલિત, બહુજન, અવ્યક્ત અને તત્સવી-એ દશ દોષ છે. તેનો અર્થ આ પ્રમાણે છે કે: ૧. આચાર્યને ઉપકરણાદિક આપી પોતા પ્રત્યે કણા ઉપજાવી જાણે કે “આમ કરવાથી મને પ્રાયશ્ચિત્ થોડું આપશે” १ विकहा तहा कसाया इंदियणिद्दा तहेव पणओ य। चदु चदु पणमेगेगं होंति पमादा हु पण्णरस।। ગો૦ જીવ ગા) ૩૪ २ आकंपिय अणुमाणिय जं दिटुं बादरं च सुहुमं च। छण्णं सद्दाउलियं बहुजणमव्वत्त तस्सेवी।। (ભગવતી આરાધના પૃષ્ઠ ૨૫૭ તથા મૂલાચાર ભા. ૨ શીલગુણાધિકાર-ગાઇ ૧૫) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy