________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા એવા મુનિ વિવિક્તશય્યાસનતપ સંયુક્ત છે. હવે કાયકલેશતપ કહે છે:दुस्सहउवसग्गजई आतावणसीयवायखिण्णो वि। जो ण वि खेदं गच्छदि कायकिलेसो तवो तस्स।। ४५० ।। दुस्सहोपसर्गजयी आतापनशीतवातखिन्नः अपि। यः न अपि खेदं गच्छति कायक्लेशं तपः तस्य।। ४५० ।।
અર્થ - જે મુનિ દુસ્સહ ઉપસર્ગને જીતવાવાળા હોય, આતાપશીત-વાતથી પીડિત થવા છતાં પણ ખેદને પ્રાપ્ત ન થતા હોય, તથા ચિત્તમાં ક્ષોભ-કલેશ ન ઊપજતો હોય તે મુનિને કાયકલેશ નામનું તપ હોય છે.
ભાવાર્થ - ગ્રીષ્મકાળમાં પર્વતના શિખર આદિ ઉપર કે જ્યાં સૂર્યકિરણોનો અત્યંત આતાપ થઈ રહ્યો છે અને નીચે ભૂમિશિલાદિક પણ તમાયમાન છે ત્યાં મહામુનિ આતાપનયોગ ધારણ કરે છે, શીતકાળમાં નદી આદિના કિનારે ખુલ્લા મેદાનમાં
જ્યાં અતિ ઠંડી પડવાથી વૃક્ષ પણ બળી જાય ત્યાં ઉભા રહે છે, તથા ચોમાસામાં વર્ષા વરસતી હોય, પ્રચંડ પવન ચાલતો હોય અને ડાંસ-મચ્છર ચટકા ભરતા હોય એવા સમયમાં વૃક્ષની નીચે યોગ ધારણ કરે છે; તથા અનેક વિકટ આસન કરે છે. એ પ્રમાણે કાયકલેશનાં અનેક કારણો મેળવે છે છતાં સામ્યભાવથી ડગતા નથી, અનેક પ્રકારના ઉપસર્ગોને જીતવાવાળા છે છતાં ચિત્તમાં જેમને ખેદ ઊપજતો નથી, ઊલટા પોતાના
સ્વરૂપધ્યાનમાં નિમગ્ન રહે છે, તેમને ( એવા મુનિને ) કાયકલેશતપ હોય છે. જેને કાયા તથા ઇન્દ્રિયોથી મમત્વ હોય છે તેને ચિત્તમાં ક્ષોભ થાય છે, પરંતુ આ મુનિ તો એ બધાયથી નિસ્પૃહ વર્તે છે, તેમને શાનો ખેદ હોય ? એ પ્રમાણે છ પ્રકારના બાહ્ય તપોનું નિરૂપણ કર્યું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com