________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪]
[ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા કોઈ એક જ રસ છોડે, બે રસ છોડે વા બધાય રસ છોડે. એ પ્રમાણે રસપરિત્યાગતપ થાય છે.
પ્રશ્ન- કોઈ રસત્યાગને જાણતો ન હોય અને મનમાં જ ત્યાગ કરે તો એ પ્રમાણે જ વૃત્તિપરિસંખ્યાન પણ છે તો પછી તેમાં અને આમાં તફાવત શો ?
સમાધાન - વૃત્તિપરિસંખ્યાનમાં તો અનેક પ્રકારના ત્યાગની સંખ્યા છે અને આમાં રસનો જ ત્યાગ છે એટલી વિશેષતા છે. વળી આ પણ વિશેષતા છે કે- રસપરિત્યાગ તો ઘણા દિવસનો પણ થાય અને તેને શ્રાવક જાણી પણ જાય છે ત્યારે વૃત્તિપરિસંખ્યાન ઘણા દિવસનું થતું નથી.
હવે વિવિક્તશૈયાસનતપ કહે છે:जो रायदोसहेदू आसणसिज्जादियं परिचयइ। अप्पा णिव्विसय सया तस्स तवो पंचमो परमो।। ४४७।।
यः रागद्वेषहेतु: आसनशय्यादिकं परित्यजति।। आत्मा निर्विषयः सदा तस्य तपः पञ्चमं परमम्।। ४४७।।
અર્થ - જે મુનિ રાગદ્વેષના કારણરૂપ આસન, શૈયા વગેરેને છોડે છે, સદાય પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે તથા નિર્વિષય અર્થાત્ ઇન્દ્રિયવિષયોથી વિરક્ત થાય છે તે મુનિને આ પાંચમું વિવિક્તશૈયાસનતપ ઉત્કૃષ્ટ થાય છે.
ભાવાર્થ- બેસવાનું સ્થાન તે આસન છે અને સૂવાનું સ્થાન તે શૈયા છે તથા આદિ' શબ્દથી મળમૂત્રાદિ નાખવાનું સ્થાન સમજવું. એ ત્રણે એવાં હોય કે જ્યાં રાગ-દ્વેષ ઉત્પન્ન થાય નહિ અને વીતરાગતા વધે, એવા એકાન્ત સ્થાનમાં (મુનિ) બેસે સૂવે, કારણ કે મુનિજનોને તો પોતાનું સ્વરૂપ સાધવું છે પણ ઇન્દ્રિયવિષય સેવવા નથી; માટે એકાન્તસ્થાન કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com