________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૦]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભાવાર્થ- ઇન્દ્રિઓને જીતવી તે ઉપવાસ છે; એટલા માટે ભોજન કરતા હોવા છતાં પણ યતિપુરુષ ઉપવાસી જ છે, કારણ કે તેઓ ઇન્દ્રિયોને વશ કરી પ્રવર્તે છે.
जो मणइंदियविजई इहभवपरलोयसोक्खणिरवेक्खो। अप्पाणे वि य णिवसइ सज्झायपरायणो होदि।। ४४०।। कम्माण णिजुरहूँ आहारं परिहरेइ लीलाए। एगदिणादिपमाणं तस्स तवं अणसणं होदि।। ४४१ ।। यः मनःइन्द्रियविजयी इहभवपरलोकसौख्यनिरपेक्षः। आत्मनि एव निवसति स्वाध्यायपरायणः भवति।। ४४०।। कर्मणां निर्जरार्थं आहारं परिहरति लीलया। एकदिनादिप्रमाणं तस्य तपः अनशनं भवति।। ४४१।।
અર્થ:- જે મન અને ઇન્દ્રિયોનો જીતવાવાળો છે, આ ભવ પરભવના વિષયસુખોમાં અપેક્ષારહિત છે અર્થાત વાંચ્છા કરતો નથી, પોતાના આત્મસ્વરૂપમાં જ રહે છે વા સ્વાધ્યાયમાં તત્પર છે, તથા કર્મનિર્જરા અર્થે ક્રિીડા એટલે લીલામાત્ર કલેશરહિત-હર્ષસહિત એક દિવસ આદિની મર્યાદાપૂર્વક જે આહારને છોડે છે તેને અનશનતપ હોય છે.
ભાવાર્થ- ઉપવાસનો આવો અર્થ છે કે ઇન્દ્રિય તથા મન વિષયોમાં પ્રવૃત્તિરહિત થઈ આત્મામાં રહે તે ઉપવાસ છે. આલોકપરલોક સંબંધી વિષયોની વાંચ્છા ન કરવી તે ઇન્દ્રિયજય છે તથા આત્મસ્વરૂપમાં લીન રહેવું વા શાસ્ત્રના અભ્યાસ-સ્વાધ્યાયમાં મન લગાવવું એ ઉપવાસમાં પ્રધાન છે; વળી જેમ કલેશ ન ઊપજે એવી રીતે ક્રીડામાત્રપણે એક દિવસ આદિની મર્યાદા રૂપ આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ છે. એ પ્રમાણે ઉપવાસ નામનું અનશનતપ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com