SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૨] ( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પુરુષોને ( પ્રભાવનાગુણ ) અવશ્ય હોય છે. હવે “નિઃશંક્તિાદિ ગુણો કેવા પુરુષને હોય છે?' તે કહે છે:जो ण कुणदि परतत्तिं पुणु पुणु भावेदि सुद्धमप्पाणं। इंदियसुहणिरवेक्खो णिस्संकाई गुणा तस्स।। ४२४ ।। यः न करोति परतप्तिं पुनः पुनः भावयति शुद्धं आत्मानम्। इन्द्रियसुखनिरपेक्षः निःशंकादयः गुणाः तस्य।। ४२४ ।। અર્થ:- જે પુરુષ પરની નિંદા ન કરે, શુદ્ધ આત્માને વારંવાર ચિતવતો હોય, તથા ઇન્દ્રિયસુખની અપેક્ષા-વાંચ્છારહિત હોય તેને નિઃશંક્તિાદિ આઠ ગુણ અને અહિંસાધર્મરૂપ સમ્યકત્વ હોય છે. ભાવાર્થ- અહીં ત્રણ વિશેષણ છે. તેમનું તાત્પર્ય આ છે કે જે પરની નિંદા કરે તેને નિર્વિચિકિત્સા, ઉપગૃહન, સ્થિતિકરણ તથા વાત્સલ્ય ગુણ ક્યાંથી હોય? માટે પરનો નિંદક ન હોય ત્યારે આ ચાર ગુણ હોય છે. વળી જે પોતાના આત્માના વસ્તુસ્વરૂપમાં શંકાસંદેહ હોય તથા મૂઢદષ્ટિ હોય તે પોતાના આત્માને વારંવાર શુદ્ધ ક્યાંથી ચિતવે? તેથી જે પોતાને શુદ્ધ ભાવે (ચિતવે) તેને જ નિઃશક્તિ અને અમૂઢદષ્ટિગુણ હોય છે તથા પ્રભાવના પણ તેને જ હોય છે. વળી જેને ઇન્દ્રિયસુખની વાંચ્છા હોય તેને નિઃકાંક્ષિતગુણ હોતો નથી, પણ ઇન્દ્રિયસુખની વાંચ્છારહિત થતાં જ નિઃકાંક્ષિતગુણ હોય છે. એ પ્રમાણે આઠ ગુણો હોવાનાં આ ત્રણ વિશેષણો છે. હવે કહે છે કે જેમ આ આઠ ગુણ ધર્મમાં કહ્યા તેમ દેવ-ગુરુ આદિમાં પણ સમજવાઃणिस्संकापहुडिगुणा जह धम्मे तह य देवगुरुतचे। जाणेहि जिणमयादो सम्मत्तविसोहया एदे।। ४२५ ।। Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy