________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૦]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા धम्मादो चलमाणं जो अण्णं संठवेदि धम्मम्मि। अप्पाणं पि सुदिढयदि ठिदिकरणं होदि तस्सेव।। ४२०।। धर्मतः चलन्तं यः अन्यं संस्थापयति धर्मे। आत्मानं अपि सुद्रढयति स्थितिकरणं भवति तस्य एव ।। ४२०।।
અર્થ- ધર્મથી ચલાયમાન થતા એવા અન્યને ધર્મમાં સ્થાપવો તથા પોતાના આત્માને પણ (ધર્મથી) ચલિત થતો (ધર્મમાં) દઢ કરવો તેને નિશ્ચયથી સ્થિતિકરણગુણ હોય છે.
ભાવાર્થ- ધર્મથી ચલિત થવાનાં અનેક કારણો હોય છે, ત્યાં નિશ્ચય- વ્યવહારરૂપ ધર્મથી પરને તથા પોતાને ચલિત થતો જાણી ઉપદેશથી વા જેમ બને તેમ દઢ કરવો તેને સ્થિતિકરણ ગુણ હોય છે.
હવે વાત્સલ્યગુણ કહે છેजो धम्मिएसु भत्तो अणुचरणं कुणदि परमसद्धाए। पियवयणं जंपतो वच्छल्लं तस्स भव्वस्स।। ४२१।। यः धार्मिकेषु भक्त: अनुचरणं करोति परमश्रद्धया। प्रियवचनं जल्पन् वात्सल्यं तस्य भव्यस्य।। ४२१।।
અર્થ:- જે સમ્યગ્દષ્ટિજીવ ધાર્મિક અર્થાત્ સમ્યગ્દષ્ટિશ્રાવકમુનિજનોમાં ભક્તિવાન હોય, પરમશ્રદ્ધાપૂર્વક તેઓને અનુસાર પ્રવર્તે તથા પ્રિયવચન બોલતો થકો પ્રવર્તે તે ભવ્યને વાત્સલ્યગુણ હોય છે.
ભાવાર્થ- વાત્સલ્યગુણમાં ધર્માનુરાગ પ્રધાન હોય છે. ધર્માત્માપુરુષોમાં જેને ઉત્કૃષ્ટપણે ભક્તિ-અનુરાગ હોય, તેઓમાં પ્રિયવચન સહિત જે પ્રવર્તે, તેમનાં ભોજન-ગમન-આગમન આદિ ક્રિયામાં અનુચર જેવો બની જે પ્રવર્તે તથા ગાય- વાછરડા જેવી પ્રીતિ રાખે તેને વાત્સલ્યગુણ હોય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com