SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધર્માનુપ્રેક્ષા] [ ૨૫૯ તેને રાજાના ભયથી, કોઈ વ્યંતરના ભયથી, લોકની લજ્જાથી વા કોઈ ધનાદિકના લોભથી ઇત્યાદિ અનેક કારણોથી પણ ધર્મ ન માને, પરંતુ એવી શ્રદ્ધા રાખે કે “ધર્મ તો ભગવાને અહિંસાને જ કહ્યો છે” તેને અમૂઢદષ્ટિગુણ કહે છે. અહીં હિંસારંભ કહેવાથી હિંસાના પ્રરૂપક દેવ-શાસ્ત્ર-ગુરુ આદિમાં પણ મૂઢદષ્ટિવાન ન થાય-એમ સમજવું. - હવે ઉપગુનગુણ કહે છે - जो परदोसं गोवदि णियसुकयं णो पयासदे लोए। भवियव्वभावणरओ उवगृहणकारओ सो हु।। ४१९ ।। यः परदोषं गोपयति निजसुकृतं नो प्रकाशयते लोके। भवितव्यभावनारतः उपगूहनकारकः सः स्फुटम्।। ४१९ ।। અર્થ - જે સમ્યગ્દષ્ટિ પરના દોષને ઢાંકે-ગોપવે તથા પોતાના સુકૃત અર્થાત્ પુણ્ય-ગુણો લોકમાં પ્રકાશે નહિ-કહેતો ફરે નહિ પણ આવી ભાવનામાં લીન રહે કે “જે ભવિતવ્ય છે તે થાય છે તથા થશે” તે ઉપગૃહનગુણવાળો છે. ભાવાર્થ:- “જે કર્મનો ઉદય છે તે અનુસાર લોકમાં મારી પ્રવૃત્તિ છે અને જે થવા યોગ્ય છે તે જ થાય છે” એવી ભાવના સમ્યગ્દષ્ટિને રહે છે. તેથી તે પોતાના ગુણને અને પરના દોષને પ્રકાશતો ફરતો નથી. વળી સાધÍજનમાં વા પૂજ્ય પુરુષોમાં કર્મોદયવશ કોઈ દોષ જણાય તો તેને છુપાવે-ઉપદેશાદિકથી તે દોષ છોડાવે, પણ એમ ન કરે કે જેથી તેની અને ધર્મની નિન્દા થાય. ધર્મ તથા ધર્માત્મામાંથી દોષનો અભાવ કરવો. ત્યાં છુપાવવું એ પણ અભાવ કરવા તુલ્ય છે અર્થાત્ જેને લોક ન જાણે તે અભાવ બરાબર જ છે. એ પ્રમાણે ઉપગૃહનગુણ હોય છે. હવે સ્થિતિકરણગુણ કહે છે: Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy